ટોપ ન્યૂઝનેશનલ

Ladakh ના વિકાસને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લાની જાહેરાત…

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસની સાથે સાથે લદ્દાખના(Ladakh)વિકાસને પણ મહત્વ આપવાની શરૂઆત કરી છે. જેના પગલે કેન્દ્ર સરકારે લદ્દાખને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લદ્દાખમાં નવા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લદ્દાખમાં ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના પીએમ મોદીના વિઝનને આગળ વધારતા ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના લાભો લોકોના ઘર સુધી પહોંચશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એમ પણ કહ્યું કે આ પાંચ નવા જિલ્લામાં વહીવટીતંત્રને મજબૂત કરીને લોકો માટેની યોજના તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીએ લદ્દાખના લોકોને શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ આ નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે આ વધુ સારા શાસનની દિશામાં પહેલ છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “લદ્દાખમાં 5 નવા જિલ્લાનું નિર્માણ એ વધુ સારા શાસન અને સમૃદ્ધિ તરફ એક પગલું છે. લદ્દાખના 5 નવા જિલ્લામાં સેવાઓ અને તકો લોકો સુધી પહોંચશે. લદ્દાખના આ જિલ્લાઓમાં રહેતા લોકોને અભિનંદન. “

આ પણ વાંચો : ડ્રેગનની દાદાગીરીઃ લદ્દાખમાં LAC નજીક હેલી સ્ટ્રીપ બાંધીને ભારતની ચિંતા વધારી…

હવે લદ્દાખમાં કુલ 7 જિલ્લા

લદ્દાખમાં અત્યાર સુધી માત્ર બે જ જિલ્લા હતા. લેહ અને કારગીલ. ત્યારે હવે પાંચ નવા જિલ્લાઓની રચના સાથે લદ્દાખમાં જિલ્લાઓની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે લદ્દાખમાં નવા જિલ્લાઓની રચના સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસને વધુ વેગ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button