Gujarat માં 244 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદના બીજા રાઉન્ડમાં કેટલાય દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
75 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રવિવારે રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 75 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : હવે મેઘરાજાની મેળામાં એન્ટ્રી, રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ…
કુલ 244 તાલુકામાં વરસાદ
જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નર્મદાના સાગબારામાં નવ ઇંચ, ડાંગના સુબીરમાં 8.56 ઇંચ, આ સાથે રાજકોટ, વાંસદા, મૂળીમાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
આજે વડોદરા, સુરત સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે 26મી ઓગસ્ટે આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.