જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન ચીમનલાલ શાહના પુત્રવધૂ રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન શાહના પત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ-જીનીશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. તે જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ તથા નીતાબેન પ્રકાશકુમાર શાહના ભાભી. તે સ્વ. શાંતાબેન પોપટલાલ વોરાના પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૮-૨૪ના સવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી સ્વ. વિજયભાઇ ઇન્દુલાલ શાહના ધર્મપત્ની ભાનુમતિ (કપિલાબેન) (ઉં.વ. ૬૬) તે સ્વ. હંસાબેન ઇન્દુલાલ શાહના પુત્રવધૂ. તે જોરાવર નગર નિવાસી સ્વ. સવિતાબેન વાડીલાલ શાહના સુપુત્રી. તે જીમી, ઇશિતાના માતુશ્રી. તે રંજિત અને અંકુશના સાસુ. તે ભાવનાબેન શૈલેષકુમાર ગાંધી, કેતનભાઇના ભાભી. તા. ૨૪-૮-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચોટીલા નિવાસી હાલ બોરીવલી સ્વ. હીરાચંદ ફુલચંદ શાહના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ.૮૦) તા.૨૪/૮/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. મેહુલ, મનીષા તથા હિમાંશુના પિતા. માયા, દર્શના તથા યોગેશકુમારના સસરા. સ્વ. કાંતિભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. તારાબેન, ચંપકભાઈ, ગુણીબેન, પુષ્પાબેન, ચંદ્રિકાબેનના ભાઈ, સ્વ. સોમચંદ જેઠાભાઇના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના રતનબેન કલ્યાણજી વીરા (ઉં.વ. ૮૮) તા. ૨૩-૮-૨૪ના અવસાન પામેલ છે. મમીબાઇ દામજી નાંગશીના પુત્રવધુ. કલ્યાણજીના પત્નિ. વિરેન્દ્ર, જીતેન્દ્રના માતુશ્રી. બિદડા કુંવરબેન ધનજી ભાણજીની દિકરી. સોજપાર, જેવત અમૃતબેન, શાંતા, ભાનુમતીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિરેન્દ્ર વિરા, ૪૬/૪૮ નાનાભાઇ કોર્ટ, ડો. બી.એ. રોડ, હિન્દમાતા, મું-૧૪.
શેરડીના હિતેશ કલ્યાણજી નાગડા (ઉં. વ.૫૫) તા. ૨૩-૦૮-૨૪ના અવસાન પામેલ છે. નાથબાઇ કલ્યાણજીના સુપુત્ર. સ્વ. નીતાબેનના પતિ. ભાર્ગવી, હર્ષીતાના પિતા. પ્રકાશના ભાઇ. વલસાડના મણીબેન મંગુભાઇ ચોધરીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા. એ. : હિતેશ નાગડા, ૧૫/બી, અનંત બિલ્ડીંગ, સેનાપતી બાપટ માર્ગ, ડોંબિવલી (પૂ.).
શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
પાટણવાવ નિવાસી હાલ મલાડ, માતુશ્રી કંચનબેન ધનજીભાઈ વસાના સુપુત્ર હિમાંશુભાઈ (પપ્પુભાઈ) (ઉ.વ. ૬૩) તા. ૨૪-૦૮-૨૪ શનિવારના પાલીતાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ, ડો. મિતિશા રૂપેશ કાનાબાર તથા અર્પી હર્ષલ ગાંધીના પિતા, તે સ્વ. નિકેશભાઈ તથા અતુલભાઈના વડીલ બંધુ. તે હળવદ નિવાસી સ્વ.ગોરધનદાસ દલસુખભાઈ શાહના જમાઈ, તે સ્વ. રમણીકભાઈ તથા શ્રી જયંતિલાલ ભાયચંદ વશાના ભત્રીજા. શત્રુંજય ભાવયાત્રા તા. ૨૭-૮-૨૪ મંગળવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦. સ્થળ- શ્રી સ્વામીનારાયણ હોલ, શારદા હાઈસ્કુલની બાજુમાં, સીઓડી પાસે, દત્તમંદિર રોડ, મલાડ ઈસ્ટ, ખાતે રાખેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.