મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
ગામ ચલાલાવાલા હાલ નવી મુંબઇ ધવલભાઇ (ઉં. વ. ૩૯) તે ગં. સ્વ. સુશીલાબેન મનહરલાલ માણેક કલકતાવાળાના પૌત્ર. નીનાબેન ગીરીશભાઇ માણેકના પુત્ર. મેઘાબેનના ભાઇ. અમરેલીવાળા હાલ દુર્ગ સ્વ. અનસુયાબેન, સ્વ. કાંતિલાલ મકનજી કાનાબારના દોહિત્ર. તા. ૨૪-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ ધ્રાફા નિવાસી હાલ ભાયંદર ના અ. સૌ રિટાબેન તથા પ્રવીણભાઈ મથુરાદાસ ગણાત્રાના પુત્ર પ્રતીક (ઉં.વ.૩૮) તે ૨૪/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાબેનના પતિ. પ્રિયાંશના પિતા. શ્રેયસ તથા મહિમાના ભાઈ, સ્વ. ધીરજભાઈ, અશોકભાઈ, નવનીતભાઈ, ભરતભાઈ તથા અરૂણભાઈ મણિલાલ ચંદારાણાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ વૈષ્ણવ
દેલવાળા હાલ બોરીવલીના અતુલભાઈ શશીકાંત જોષી (ઉં.વ.૬૯) તા.૨૪/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.ભારતીબેનના પતિ. સ્વ. હરિણી, શ્રેયા તથા હર્ષ ના પિતા. હિરેન તથા ખુશ્બુના સસરા. ગં. સ્વ. નયનાબેન બીપીનચંદ્ર મુની, કલ્પનાબેન કિશોરકુમાર ચિતલીયા, સ્વ. શૈલેષભાઇ તથા દીપકભાઈના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૭/૮/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.

હલાઇ લોહાણા
કરાચી વાળા હાલ ડોમ્બીવલી નિવાસી ગં.સ્વ.મંગળાબેન વલ્લભદાસ જોબનપુત્રા (ઉં.વ.૭૮) ગુરુવાર તા. ૨૨.૦૮.૨૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.વલ્લભદાસ નરસિંહદાસ જોબનપુત્રાના પત્ની. તે બીરજુભાઈ, ચેતનાના માતાશ્રી. તે ઉદયકુમાર, ભારતીબેનના સાસુ. રવિના દાદી, તે જયના નાની. તે સ્વ.ભગવાનજી હરજીવન રાજપોપટ (બાબુકાકા) ના દિકરી તેમને પ્રાર્થના સભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

હાલાઇ ભાટિયા
ઇન્દુબેન અનિલ આશર, (ઉં.વ.૮૧) અંધેરી, મુંબઈ, સ્વ.પ્રેમકોરબાઇ ખીમજી ઉદેશીની પુત્રી. સ્વ. ઝવેરબેન મથુરાદાસ આશરની પુત્રવધુ, સ્વ. પાદમાબેનનાં ભાભી., શુક્રવાર તા.૨૩-૮-૨૪ નાં શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લોકિક વહેવાર બંધ રાખેલ છે.

શ્રી દંઢાવ્ય ઔદિચ્ચ સહસ્ત્ર બ્રહ્મ સમાજ
મુ. વસઈ (ડાભલા) હાલ બોરીવલી મુંબઈ, નિરંજન વાસુદેવ દવે (ઉં.વ.૮૦) શનિવાર, તા ૨૪/૦૮/૨૪ ના રોજ દેવલોક પામ્યાં છે. તેઓશ્રી વાસુદેવ મોહનલાલ દવેના સુપુત્ર, ચંદ્રિકા દવેના પતિ તથા સ્વ. રામચંદ્ર શુક્લાના જમાઈ તથા ભરત, કૌશિક, રોહિતના ભાઈ, ચિ.યોગેશ, દિપાલી, બિનીતાના પિતાશ્રી, ચિ. રૂપલના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button