સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્તોલમાં ભારતે જીત્યા બે મેડલ, પલકે ગોલ્ડ તો ઇશાએ જીત્યો સિલ્વર

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે પણ શૂટિંગમાં ભારતીય ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પલક ગુલિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ઈશા સિંહે આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ એશિયાડમાં ૧૮ વર્ષની ઈશા સિંહનો ચોથો મેડલ છે. તેણે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તેણે ૨૫ મીટર પિસ્તોલ ટીમ, ૨૫ મીટર પિસ્તોલ સિંગલ , ૧૦ મીટર એર પિસ્તોલ સિંગલ, ૧૦ મીટર એર પિસ્તોલ ટીમમાં સિલ્વર મેડલ જીત્યા છે.

૧૦ મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં પલકે એશિયન ગેમ્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. પલકનો સ્કોર ૨૪૨.૧ હતો. જ્યારે ઈશા સિંહે ૨૩૯.૭ સ્કોર કરીને બીજું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય પાકિસ્તાનની તલતે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તલતે ૨૧૮.૨ સ્કોર કર્યો હતો.

૧૮ વર્ષની ઈશા સિંહ એશિયન ગેમ્સમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી હતી. તેણે એશિયન ગેમ્સમાં ચોથો મેડલ જીત્યો હતો. ઈશાએ ૨૫ મીટર પિસ્તોલ ટીમ સાથે મળીને ગોલ્ડ કબજે કર્યો હતો. ત્યારબાદ તેણે ૨૫ મીટર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી પલકે ૧૦ મીટર એર પિસ્તોલની સિંગલ અને ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે બંને ઈવેન્ટમાં સિલ્વર જીતવામાં સફળ રહી હતી. આ રીતે પલક એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતા. ઈશાએ મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ઈશા, મનુ ભાકર અને રિધમ સાંગવાને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button