મનોરંજન

‘સિંઘ ઈઝ બ્લિઇંગ’ની અભિનેત્રીએ આખરે લગ્ન કરી લીધાઃ તસવીરો વાઈરલ

અભિનેત્રી એમી જેક્સને તાજેતરમાં જ ઇટલીમાં તેના વાગદત્ત સાથે લગ્ન કર્યા અને હવે તેણે મનમોહક તસવીરો શેર કરી છે. એમી જેક્સને ૨૩ ઓગસ્ટના રોજ બ્રિટિશ અભિનેતા એડ વેસ્ટવિક સાથે લગ્ન કર્યા હતા, ત્યાર બાદ હવે તેની લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

આ પણ વાંચો: બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો

આ અગાઉ જાન્યુઆરી મહિનામાં બંનેએ સગાઈ કરી હતી. સગાઈના સાત મહિનામાં લગ્ન કરીને એમી ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ એમી તેના પુત્ર એન્ડ્રિયાસ અને સાસરિયાં સાથે ઇટલી જવા રવાના થઇ હતી. ત્યાર પછી એમીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને લખ્યું હતું કે ચાલો બેબી, ચાલો લગ્ન કરીએ.

લગ્ન ઉત્સવની શરૂઆત ઇટલીમાં યૉટ પાર્ટી સાથે થઈ હતી, જેમાં નજીકના મિત્રોએ હાજરી આપી હતી. એમી જેક્સનના લગ્નની વિધિની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હવે આ કપલે સત્તાવાર રીતે તેમના લગ્નની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

તેઓએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી, અને લખ્યું- સફર હમણાં જ શરૂ થઈ છે. ચાહકો અને સેલેબ્સ એમી જેક્સન અને એડ વેસ્ટવિકને અભિનંદન આપી રહ્યા છે. વેસ્ટવિકે લગ્ન માટે સફેદ અને કાળો ટક્સીડો પહેર્યો હતો, અને એમી જેક્સને સુંદર સફેદ ગાઉન પહેર્યું હતું.

આ પણ વાંચો: Natasa Stankovik બાદ આ ખાસ વ્યક્તિએ પણ છોડ્યો Hardik Pandyaનો સાથ?

‘સિંઘ ઈઝ બ્લિંગ’ની અભિનેત્રી બે વર્ષથી એડ વેસ્ટવિકને ડેટ કરી રહી હતી અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે. તેઓએ ઇટલીના અમાલ્ફી કોસ્ટ પર લગ્ન કર્યા. બંનેએ જાન્યુઆરી ૨૦૨૪માં સગાઈ કરી હતી. એમી જેક્સન અગાઉ ઉદ્યોગપતિ જ્યોર્જ પનાયિયોટોઉને ડેટ કરતી હતી અને તેની સાથે સગાઈ પણ કરી હતી. એન્ડ્રીસ એમી જેક્સન અને જ્યોર્જ પનાયિયોટોઉનો પુત્ર છે. ઉદ્યોગપતિ સાથે સંબંધ તૂટ્યા પછી નવી ઇનિંગ શરુ કરતા સૌએ તેમને અભિનંદન આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button