ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ….
જોડી જમાવો
A B
દક્ષિણેશ્ર્વર કાલી મંદિર દિલ્હી
વરદરાજા પેરુમલ મંદિર પુરી
જગન્નાથ મંદિર કોલકાતા
બિરલા મંદિર વૃંદાવન
પ્રેમ મંદિર કાંચીપુરમ

ઓળખાણ પડી?
માત્ર એક કાળા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલું ૩૫૦ વર્ષ પહેલા બાંધવામાં આવેલા મહારાષ્ટ્રના આ હનુમાન મંદિરની ઓળખાણ પડી?
અ) બાલાજી હનુમાન
બ) શ્રી સંકટ મોચન
ક) ડૂલ્યા મારુતિ
ડ) શ્રી કષ્ટ ભંજન

ગુજરાત મોરી મોરી રે
અખાના છપ્પામાં ખૂટતો શબ્દ જણાવો.
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, ————- વહુએ દીકરો જણ્યો.
અ) હોશિયાર બ) નવેલી
ક) વઢકણી ડ) સોહામણી

માતૃભાષાની મહેક
ભજન એટલે ભજવું. ભક્તિ કરવી, જેના ઉપર ભક્તિ કે પ્રેમભાવ હોય તેનાં કીર્તન કરવાં કે ગુણાનુવાદ ગાવા અથવા ઈશ્ર્વરનું અથવા ઇષ્ટદેવનું નામ વારંવાર લેવું. ભજન કરવું એટલે ઈશ્ર્વરના ગુણ ગાવા, ઈશ્ર્વરસ્મરણ કરવું. એક ને એક વાતનું રટણ કર્યા કરવું એ અર્થ પણ પ્રચલિત છે.

ઈર્શાદ
પરનું સારું દેખી જે ઈર્ષા કરે અપાર,
રોજ રોજ બળ્યા કરે તે મૂરખનો સરદાર.
લોક રચના

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’માં અરિ શબ્દનો અર્થ જણાવો.
અ) અસુર બ) આકાશ ક) સખા ડ) શત્રુ

માઈન્ડ ગેમ
ભારતના ધર્મ સ્થાનક ઠેકઠેકાણે જોવા મળે છે. દેશના કયા રાજ્યમાં મંદિરોની સંખ્યા સૌથી વધુ છે એ વિકલ્પમાંથી શોધી શકશો?
અ) મહારાષ્ટ્ર બ) ગુજરાત
ક) ઓડિશા ડ) તામિલનાડુ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
આમલકી અગિયારસ ફાગણ સુદ
પુત્રદા એકાદશી શ્રાવણ સુદ
નિર્જળા એકાદશી જેઠ સુદ
વરુથિની અગિયારસ ચૈત્ર વદ
વિજયા એકાદશી મહા વદ

ગુજરાત મોરી મોરી રે
કલાઈ

ઓળખાણ પડી?
આંધ્ર પ્રદેશ

માઈન્ડ ગેમ
આળંદી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વાવટો

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજીત ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિળ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) અમીશી બંગાળી (૨૮) ભાવના કર્વે (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) મહેન્દ્ર લોઢાવીયા (૩૩) કલ્પના આશર (૩૪) અરવિંદ કામદાર (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) પુષ્પા ખોના (૩૮) વીણા સંપટ (૩૯) અંજુ ટોલીયા (૪૦) પુષ્પા ખોના (૪૧) મહેશ મહેતા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) જગદીશ ઠક્કર (૪૪) હર્ષા મહેતા (૪૫) દિલીપ પરીખ (૪૬) નિતીન જે. બજરીયા (૪૭) મહેશ સંઘવી (૪૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૯)મહેશકાન્ત વસાવડા (૫૦) નયના ગિરશ મિસ્ત્રી (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) રમેશ દલાલ (૫૪) હીના દલાલ

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…