Anant Ambani-Radhika Merchantના લગ્નને લઈને શું બોલી ગઈ આ બોલીવૂડ એક્ટ્રેસ…
મુકેશ અંબાણી (Mukesh Ambani)ના લાડકવાયા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નએ દેશ જ નહીં પણ દુનિયાભરની મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જુલાઈ મહિનામાં યોજાયેલી આ વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.
બોલીવૂડ સેલેબ્સથી લઈને ઉદ્યોગપતિઓ રાજકારણીઓની હાજરીથી વેડિંગ ઈવેન્ટ એકદમ ગ્રાન્ડ બની ગઈ હતી. પરંતુ હવે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)એ આ લગ્નમાં હાજર ન રહેવા બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું કંગનાએ-
કંગના રનૌતે આ બાબતે મહિનાઓ બાદ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મને ખુદ અનંત અંબાણીએ ફોન કરીને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. એ સારો છોકરો છે. તેણે મને કોલ કરીને કહ્યું કે તમે મારા લગ્નમાં આવજો. પણ હું લગ્નમાં હાજરી આપી શકી નહોતી.
આ પણ વાંચો: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
આગળ કંગના રનૌતે જણાવ્યું હતું કે મેં અનંતને કહ્યું કે મારા ઘરે પણ લગ્ન છે, આ એક શુભ મૂહુર્ત હતું તો એ જ દિવસે મારા નાના ભાઈના પણ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આમ પણ હું ફિલ્મી પાર્ટી, લગ્ન અને એવોર્ડ્સથી દૂર રહું છું. મને આવા કાર્યક્રમમાં હાજરી આપવાનું નથી ગમતું. વધુમાં કંગનાએ એવું પણ જણાવ્યું હતું કે તો પણ મેં એને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ઈમર્જન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ સિવાય ટૂંક સમયમાં જ તેનો શો લોકઅપ પણ શરૂ થવા જઈ રહ્યો છે એવી ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે, જે સલમાન ખાનના શો બિગ બોસ સાથે ઓન એર થશે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે.