સ્પોર્ટસ

ફૂટબોલર અર્લિંગ હાલૅન્ડ સાતમા આસમાને

પ્રીમિયર લીગમાં ગોલની સાતમી હૅટ-ટ્રિક સાથે છવાઈ ગયો

મૅન્ચેસ્ટર: નોર્વેના ટોચના ફૂટબોલર અર્લિંગ હાલૅન્ડે શનિવારે ઉપરાઉપરી ત્રણ ગોલ કરીને ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં મૅન્ચેસ્ટર સિટીને રોમાંચક વિજય અપાવ્યો હતો. હાલૅન્ડની ઇપીએલમાં ગોલની આ સાતમી હૅટ-ટ્રિક હતી.
મૅન્ચેસ્ટર સિટીએ ઇપ્સ્વીચ ટાઉન નામની ટીમને 4-1થી હરાવી હતી. એમાં ત્રણ ગોલ હાલૅન્ડના હતા. તેણે 12મી મિનિટમાં પેનલ્ટી કિકમાં ગોલ કર્યો હતો અને પછી 16મી તથા 88મી મિનિટમાં પણ ગોલ નોંધાવ્યો હતો. સિટી વતી ચોથો ગોલ કેવિન ડિ બ્રુઇને કર્યો હતો. ઇપ્સ્વીચ વતી એકમાત્ર ગોલ સૅમી મૉડિક્સે સાતમી મિનિટમાં કર્યો ત્યાર બાદ એ ટીમે હાલૅન્ડ અને સિટીના બીજા ખેલાડીઓની આક્રમકતાનો ભોગ બનવું પડ્યું હતું અને પરાજય જોવો પડ્યો હતો.

હાલૅન્ડના આ વખતની ઇપીએલમાં ચાર ગોલ થયા છે. થોડા દિવસ પહેલાં તેણે પ્રથમ મૅચમાં ચેલ્સી સામે એક ગોલ કરીને સિટીને વિજય અપાવ્યો હતો. સિટીનો એમાં 2-0થી વિજય થયો હતો.

આ પણ વાંચો: ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલમાં બે ટીમ જીતી એટલે ટાઇટલ માટેની હરીફાઈ વધુ ઉગ્ર થઈ

બ્રાઇટન નામની ટીમે મૅન્ચેસ્ટર યુનાઇટેડને 2-1થી હરાવી દેતાં યુનાઇટેડના કોચ એરિક ટેન હૅગ ચર્ચાસ્પદ થયા છે.
અન્ય એક મૅચમાં ઍસ્ટન વિલાનો આર્સેનલ સામે 0-2થી પરાજય થયો હતો. ઇપીએલની ગઈ સીઝનમાં આર્સેનલનો ઍસ્ટન વિલા સામે બન્ને મૅચમાં પરાજય થયો હતો. પરિણામે, આર્સેનલ માત્ર બે પૉઇન્ટ માટે ટાઇટલ ચૂકી ગયું હતું અને મૅન્ચેસ્ટર સિટી ચૅમ્પિયન બની હતી.

આ પણ વાંચો: બૅક-ટુ-બૅક ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાનું કઈ ટોચની ફૂટબૉલ ટીમનું સપનું અધૂરું રહી ગયું?

મૅન્ચેસ્ટર સિટી અને આર્સેનલ સૌથી વધુ ઇપીએલ ટાઇટલ જીત્યા છે અને નવી સીઝનમાં તેમણે પોતાની પહેલી બન્ને મૅચ જીતી લીધી છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…