નવી મુંબઈમાં પતિના મૃત્યુના ચાર મહિના બાદ પત્ની-પુત્રની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં મારપીટમાં પતિના થયેલા મૃત્યુના ચાર મહિના બાદ પોલીસે 40 વર્ષની પત્ની અને તેના પુત્રની ધરપકડ કરી હતી.
રબાળે એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર પોળે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) હેઠળ લક્ષ્મી ભગવાન પાટેકર અને તેના પુત્ર સુમિત (23)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ચોરીના આરોપમાં પુત્રની ધરપકડ થતાં પરિવારની ત્રણ મહિલાઓનો આપઘાતનો પ્રયાસ
લક્ષ્મી પાટેકરનો પતિ ભગવાન પાટેકર (52) દારૂનો વ્યસની હતો અને તે પત્ની-પુત્રની મારપીટ કરતો હતો. 20 મેની સાંજે ભગવાન હિંસક બન્યો ત્યારે આરોપીઓએ તેને ઢોરમાર માર્યો હતો, જેમાં ઇજા પામેલા ભગવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 મેના રોજ ભગવાનનું મૃત્યુ થયું હતું. આથી પોલીસે તપાસ આદરીને માતા-પુત્રની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)