ડૅટિંગ ઍપ પર મહિલા સાથે મિત્રતા ભારે પડી: વેપારીએ ગુમાવ્યા રૂ. 33.3 લાખ
થાણે: નવી મુંબઈના 53 વર્ષના વેપારી સાથે ઓનલાઇન ડૅટિંગ ઍપ્લિકેશન પર મિત્રતા કર્યા બાદ મહિલાએ તેને રૂ. 33.3 લાખનો ચૂનો ચોપડ્યો હતો.
આ પણ વાંચો: નવી મુંબઈમાં લૂંટના પ્રયાસ વખતે યુવાનની હત્યા કરનારો પકડાયો
ઘનસોલીના વેપારીએ આ પ્રકરણે શુક્રવારે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોતાની ઓળખ પ્રગતિ દરિયા તરીકે આપનાર મહિલાએ વેપારીનો ડૅટિંગ ઍપ સંપર્ક કર્યો હતો અને બાદમાં તેઓ માર્ચથી જુલાઇ, 2024 દરમિયાન મળ્યાં હતાં અને વ્હૉટ્સઍપ પર વાતચીત કરવા લાગ્યાં હતાં.
આ પણ વાંચો: નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા
આરોપી મહિલાએ આ સમયગાળામાં વેપારી પાસેથી રૂ. 33.3 લાખ લીધા હતા. મહિલા એ રૂપિયા પાછા આપવામાં નિષ્ફળ ગઇ હતી, જેને પગલે વેપારીએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)