પુણેમાં વિરોધ પ્રદર્શનઃ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ ૩૦૦ સામે ગુનો નોંધાયો
પુણેઃ પુણે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત વાંધાજનક સૂત્રોચ્ચારો કર્યા બાદ પોલીસે લગભગ ૩૦૦ લોકો સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ધાર્મિક નેતા રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામ વિરુદ્ધ તાજેતરમાં કરાયેલી કથિત ટિપ્પણીના વિરોધમાં શુક્રવારે ‘સર્વધર્મ સમભાવ મહામોરચા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન, કથિત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભારે વરસાદને કારણે પુણેમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકો હતા સવાર
પોલીસના જણાવ્યા મુજબ, મોરચાનું આયોજન પરવાનગી વિના કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચારથી સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ અને દુશ્મનાવટ સર્જાઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મોર્ચામાં ભાગ લેનારા ૨૦૦-૩૦૦ લોકો સામે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.” આ કેસ ભારતીય ન્યાય સંહિતા (બીએનેસ) હેઠળ ગેરકાયદેસર રીતે સભા કરવા, ધર્મ, જાતિ અને ભાષાના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતા જાળવવા માટે હાનિકારક કૃત્યો કરવા અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પુણે સ્કૂલની અઘોરી વૃત્તિઃ પૉક્સો હેઠળ સજા પામેલા પીટી ટીચરને ફરી નોકરી અને…
રામગીરી મહારાજે કેટલાક દિવસો પહેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઈસ્લામ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને તેમની સામે અનેક કેસ નોંધાયા છે.
(પીટીઆઈ)