યુપીની માનસિક બીમાર મહિલાને બચાવી, પરિવાર સાથે કરાવ્યું સુખરુપ મિલન
મુંબઈઃ પાંચ મહિના પહેલા ઉત્તર પ્રદેશ (યુપી)થી ગુમ ૩૮ વર્ષીય માનસિક બીમાર મહિલાને મહારાષ્ટ્રની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શોધી કાઢીને તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં સફળતા મળી હતી.
આગ્રાના બોંડલામાં પોતાના ઘરેથી ખોવાઈ ગયેલી મહિલા મીના સોનુને કણકવલી સંવિતા આશ્રમની ટીમે શોધી કાઢી હતી. વંચિત લોકોના પુનર્વસન માટે કામ કરતી એનજીઓ જીવન આનંદ સંસ્થાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મહિનાઓના પ્રયત્નો પછી તેનું પરિવાર સાથે પુનઃમિલન થયું હતું.
આ મહિલા ૯ માર્ચે તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના પરિવારે આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, અને સમગ્ર જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સંસ્થાએ મહિલાનું ઘર શોધવા માટે ગૂગલ સર્ચ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક અધિકારીઓની ત્રણ મહિનાની મહેનત અને મદદ પછી, તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)