નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

બસ, માની લેશો Mukesh Ambaniની આ વાત તો…

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. આપણામાંથી પણ અનેક લોકો મુકેશ અંબાણીની જેમ સફળ થવાની કે ધનવાન બનાવવાની ઈચ્છા ધરાવતા હશે. આજે અમે અહીં તમને મુકેશ અંબાણીના આ સફળતાના સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ મુકેશ અંબાણીની આટલી વાતો માની લેશો તો તમારે બેડો પાર થઈ જશે…

મુકેશ અંબાણી આજે જે પણ મકામ પર પહોંચ્યા છે ત્યાં પહોંચવા માટે તેણે સખત પરિશ્રમ કર્યો છે. આ મુકામ હાંસિલ કરવા માટે મુકેશ અંબાણી સખત પરિશ્રમની સાથે સાથે જ રોજબરોજના જીવનમાં કેટલાક નિયમોનું પાલન કર્યું છે, જેને કારણે સફળતા તેમના કદમ ચૂમી રહી છે. આવો જોઈએ શું છે મુકેશ અંબાણીના આ સિક્રેટ ઓફ સક્સેસ…

સવારે જલ્દી ઉઠવું
મુકેશ અંબાણીએ જો જાગત હૈ વો પાવત હૈને જીવનમાં સિરીયસલી ઉતાર્યું છે અને તેઓ દરરોજ સવારે વહેલાં જાગી જાય છે. મુકેશ અંબાણી દરરોજ સવારે છ વાગ્યે જાગી જાય છે અને વર્ષોથી તેમણે પોતાના જીવનમાં આ નિયમ જાળવી રાખ્યો છે.

ફિઝીકલ એક્ટિવિટી પણ છે જરૂરી
સવારે ઉઠ્યા બાદ મુકેશ અંબાણી કસરત કરે છે, ફિઝીકલ એક્ટિવિટી કરે છે. કસરત કરવાની સાથે સાથે જ તેઓ યોગ કરવાનું પણ પસંદ કરે છે. આ તમામ એક્ટિવિટી તેમને આખો દિવસ સ્ટ્રેસ ફ્રી રાખવામાં મદદ કરે છે.

બેલેન્સ્ડ ડાયેટ ભી હૈ ઝરૂરી
મુકેશ અંબાણીની ફિટનેસ અને સક્સેસનું સિક્રેટ બેલેન્સ્ડ ડાયેટ પણ છે. આખા દિવસમાં મુકેશ અંબાણી બેલેન્સ્ડ ડાયેટ લેવાનું પસંદ કરે છે. મોર્નિંગમાં તેઓ જ્યુસ, સેન્ડવિચ અને લંચમાં ઘરનું ખાવાનું તેમ રાતે ડિનરમાં હળવું ભોજન લેવાનું પસંદ કરે છે
.

ટાઈમ ઈઝ મની…
સમય એ મૂલ્યવાન છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કરોડો રૂપિયાના માલિક એવા મુકેશ અંબાણી પણ ટાઈમની વેલ્યુ કરે છે. તેઓ દરરોજ સમયસર ઓફિસ પર જાય છે અને સમયનું મૂલ્ય સમજીને એ જ રીતે આગળ વધે છે.

રીડિંગ અને ગેમિંગ છે ટાઈમપાસ…
મુકેશ અંબાણી ખાલી પડેલાં સમયે કાં તો બૂક વાંચવાનું પસંદ કરે છે કે પછી અમુક ચોક્કસ ગેમ્સ રમવાનું પસંદ કરે છે. આ બંને એક્ટિવિટી મુકેશ અંબાણી માટે રિફ્રેશમેન્ટ સમાન છે.

પરિવાર હી હૈ સબ કુછ…
મુકેશ અંબાણી જેટલું મહત્ત્વ પોતાના કામને આપે છે એટલું જ મહત્વ તેઓ પોતાના પરિવારને પણ આપે છે. તેમને પરિવાર સાથે સમય પસાર કરવાનું ગમે છે. એમનું એવું માનવું છે કે પરિવારના સપોર્ટ વિના માણસ જીવનમાં કંઈ જ કરી શકે એમ નથી.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…