નેશનલ

પાકિસ્તાન-પંજાબ સરહદની સુરક્ષા સઘન કરવા BSF એ વધારાની બટાલિયનની માંગ કરી…

નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF)ભારત-પાકિસ્તાન સરહદના પંજાબ ફ્રન્ટ પર ક્રોસ બોર્ડર ડ્રોન હુમલાઓને રોકવા માટે વધારાની બટાલિયન તૈનાત કરવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે. બીએસએફએ એમ પણ કહ્યું કે સરહદ પર વધારાની બટાલિયન તૈનાત કરવાથી ઘૂસણખોરી રોકવામાં વધુ સફળતા મળશે.

હાલમાં BSF પાસે 20 બટાલિયન

બીએસએફ પાસે હાલમાં 500 કિલોમીટરથી વધુ લાંબી બોર્ડરની સુરક્ષા માટે 20 બટાલિયન છે. તેમાંથી 18 સરહદ પર સક્રિય રીતે તૈનાત છે. જ્યારે બાકી બે અમૃતસરમાં અટારી ચેકપોસ્ટ અને ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ખાતે કરતારપુર કોરિડોર પર તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : બોર્ડર પર BSFએ ઉજવ્યો 78મા સ્વતંત્રતા દિવસ

ગૃહ મંત્રાલય આ અંગે વિચારણા કરી રહ્યું છે

પંજાબ અને પાકિસ્તાનની સરહદ પર વર્ષ 2019-20 ની આસપાસ શરૂ થયેલ ડ્રોન ખતરો અમૃતસર અને તરનતારનના સરહદી જિલ્લાઓ વધારે છે. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે પંજાબ સરહદને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની વધુ એક બટાલિયનની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું છે.

ડ્રોન દ્વારા સરહદ પારથી ડ્રગ્સનો સપ્લાય

BSFના પંજાબ ફ્રન્ટિયર ઈન્સ્પેક્ટર જનરલ અતુલ ફુલઝલેએ તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરહદ પારથી તમામ ડ્રગ્સ હવે ડ્રોન દ્વારા હવાઈ માર્ગે પંજાબમાં આવી રહ્યું છે.

આ વર્ષે BSFએ 120 ડ્રોન તોડી પાડ્યા

સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ સરહદ પર 120 થી વધુ ડ્રોન રિકવર કર્યા છે, જ્યારે 2023માં આવા 107 ડ્રોન જપ્ત થયા હતા. પંજાબ અને દિલ્હીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, BSF પંજાબ સરહદ પર નદીના વિસ્તારોને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે વધુ સૈનિકો ઉમેરવા માંગે છે.

રાવી અને સતલજ નદીઓ પર 48 નાના પુલ

BSF અધિકારીએ જણાવ્યું કે પંજાબ સરહદ પર રાવી અને સતલજ નદીઓ પર 48 નાના પુલ બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી 25 પર કામ પૂર્ણ થઈ ગયું છે. નાના પુલની ગટરના દરવાજા પર તાળાઓ લગાવવામાં આવ્યા છે અને BSF પેટ્રોલિંગ ટીમો નિયમિતપણે તેનું ચેકિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સરહદની વધુ સુરક્ષા માટે વધારાની બટાલિયન લગભગ 800-900 જવાનોની ઓપરેશનલ તાકાત વધારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button