સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ

સોમવારનો દિવસ શિવજીને સમર્પિત છે. પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર તો ઘણો જ ખાસ ગણાય છે.

સોમવારે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે. 

સોમવારે ઘીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી જાઓ છો અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સોમવારે શિવજીને દૂધનો અભિષેક કરી દૂધનું દાન કરવાથી પણ વ્યક્તિને આર્થિક લાભ થાય છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

સોમવારે જરૂરિયાતમંદ લોકોને કપડા દાન કરવા જોઈએ. આ દાનથી જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી દૂર થાય છે અને ઘર ધનથી ભરેલું રહે છે.

સોમવારે જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા અનાજનું દાન કરો. આ દાન મહાદાન કહેવાય છે. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે સોમવારે લીલા શાકભાજી અને મોસમી ફળોનું દાન કરવાથી બિઝનેસ કરિયરમાં ઘણો ફાયદો થાય છ

મહાદેવની કૃપા મેળવવા માટે સોમવારે કાળા તલનું દાન કરવથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થાય છે.