ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ...

આ વખતે અમુક જગ્યાએ 26મી ઓગસ્ટના જન્માષ્ટમી ઊજવાશે, જ્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં બીજા દિવસે ઉજવાશે

જન્માષ્ટમીનો તહેવાર આમ પણ ખાસ હોય છે પણ આ વખતની જન્માષ્ટમીનો તહેવાર વધુ ખાસ બનશે

આ પાછળનું કારણ જણાવીએ તો વર્ષો બાદ વર્ષો બાદ આ દિવસે દ્વાપરયુગના મહાસંયોગ બનવા જઈ રહ્યા છે

એવું કહેવાય છે તે જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે કૃષ્ણ પક્ષની અષ્ટમી હતી 

એ દિવસે પણ રોહિણી નક્ષત્રનો યોગ હતો, આ સાથે વૃષભ રાશિમાં વાસુદેવ યોગ પણ બન્યો હતો

આ સાથે જ ગજકેસરી યોગ પણ બની રહ્યો છે જેને કારણે અમુક રાશિને લાભ થઈ રહ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ-

મેષઃ ધન-લાભ થશે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટકી પડેલાં કામ પૂરા થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે

વૃષભઃ આ રાશિના જાતકો માટે જન્માષ્ટમીનો તહેવાર ખાસ રહેશે, કામના સ્થળે સહકર્મચારીનો સાથ મળશે. દરેક કામમાં સફળતા મળશે

સિંહઃ સિંહ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ નવા કામની શરૂઆત કરશો. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે

કુંભઃ આ લોકો માટે જન્માષ્ટમી લાભદાયી રહેશે. ભગવાન કૃષ્ણની અસીમ કૃપા રહેશે. સુખ-સમૃદ્ધિ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે