ઇન્ટરનેશનલ

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે મહા યુદ્ધની શરૂઆત!

હિઝબુલ્લાહે વિસ્ફોટક ડ્રોન લોન્ચ કર્યા

લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ બંનેએ એકબીજા સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહને ઇરાનનું સમર્થન પ્રાપ્ત છે. તેણે જાહેરાત કરી હતી કે તેના વિસ્ફોટક ડ્રોન હુમલાઓએ મુખ્ય ઇઝરાયલી લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા. લેબનોનથી ઉત્તર ઇઝરાયલમાં 100 થી વધુ રોકેટ પણ છોડવામાં આવ્યા હતા.


આના જવાબમાં ઇઝરાયલી સૈન્યએ પણ લેબનોનમાં તેના લક્ષ્યો પર પ્રી-એપ્ટિવ સ્ટ્રાઇક શરૂ કરી છે. ઇઝરાયલી હવાઈ દળના ફાઇટર પ્લેનને હિઝબુલ્લાહની ધમકીઓને બેઅસર કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હિઝબુલ્લાહે હવે ઇઝરાયલી નાગરિક વસાહતો પર હુમલા કરવાનું શરૂ કર્યું છે.

હિઝબુલ્લાહે અને તેના સાથી દેશ ઇરાને લશ્કરી કમાન્ડર ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવાનું વચન આપ્યું છે, જેને કારણે આ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી થઇ છે. હિઝબુલ્લાહે તેના કમાન્ડર પરના હુમલાને સીધી ઉશ્કેરણી અને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે અને એની સામે એક્શન લેતા ઇઝરાયલ પર ડ્રોન સાથે હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. હિઝબુલ્લાહે મોટી સંખ્યામાં રોકેટ તાકીને ઇઝરાયલના બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મને પણ નિશાન બનાવ્યું હતું”.

| Also Read: Hamas Vs Israel: ઈઝરાયલ વિરુદ્ધ હમાસે છેડ્યું યુદ્ધ, હુમલાની જવાબદારી અલ કસ્સામ બ્રિગેડે લીધી

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે સવારે 4 વાગ્યે સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી હતી અને ત્યાર બાદ સમગ્ર દેશમાં 48 કલાક માટે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો…