સ્પોર્ટસ

‘મારો ગોલ્ડ મેડલ તૂટી ગયો, પ્લીઝ બીજો આપો’

પૅરિસનો ચંદ્રક અમેરિકન ફૂટબોલરથી પાર્ટીના જશનમાં તૂટી ગયો

ન્યૂ યૉર્ક: પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધામાં ચૅમ્પિયન બનવા બદલ ગોલ્ડ મેડલ જીતનાર ટીમની ખેલાડી લીન વિલિયમ્સે આ મહા રમતોત્સવના આયોજકોને વિનંતી કરી છે કે ‘વિજેતાપદ મેળવ્યા પછી ટીમની દરેક ખેલાડીને ગોલ્ડ મેડલ મળ્યો હતો, પરંતુ અમે સેલિબ્રેશન માટે જે પાર્ટી કરી હતી એમાં મારાથી મારો સુવર્ણ ચંદ્રક અકસ્માતે તૂટી ગયો હતો એટલે મહેરબાની કરીને મને નવો ગોલ્ડ મેડલ આપો.’

જોકે આ મેડલ લીનની ભૂલને કારણે તૂટ્યો હોવાથી ઑલિમ્પિક ગેમ્સના સત્તાધીશો તેને નવો મેડલ આપે એની સંભાવના નથી.


લીને કહ્યું છે કે તે હવે રિબન સાથેનો મેડલ ગળામાં ભરાવી શકું એમ નથી, કારણકે એ તૂટી ગયો છે.
તેણે ગળામાં ભરાવેલો મેડલ રિબન સાથે હવામાં ખૂબ ઉછાળ્યો હતો. જોકે અચાનક મેડલ નીચે પડી જતાં એમાં ગાબડું પડી ગયું હતું.

પૅરિસ ઑલિમ્પિક્સમાં અમેરિકા અને ચીને સૌથી વધુ 40-40 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જોકે ચીનના કુલ 91 ચંદ્રકની સરખામણીમાં અમેરિકા કુલ 125 મેડલ સાથે મોખરે હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button