દિશા પટણી અને મૌની રોય એકસાથે દેખાતા થઇ આ વાત…
મુંબઈ: ‘એમ.એસ.ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મમાં દેખાયાની સાથે જ નેશનલ ક્રશનું બિરુદ મેળવી યુવાનોના હૈયામાં પોતાનું સ્થાન જમાવનારી દિશા પટણી અને ટેલિવિઝન સિરિયલો અને ત્યાર બાદ ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવનારી ‘દેવો કે દેવ મહાદેવ’ સિરિયલમાં સતી માતાનું પાત્ર ભજવી અને ‘બ્રહ્માસ્ત્ર’માં વેમ્પનું પાત્ર ભજવી લોકોનું દિલ જીતનારી બંગાલી બ્યુટી મૌની રોય બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે એ વાત જગજાહેર છે.
સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરતા અચકાતા નથી. જોકે, હાલમાં જ આ બંને બીએફએફ એટલે કે બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર મુંબઈમાં એકસાથે જોવા મળ્યા હતા. બાંદ્રા ખાતે એક ફેન્સી રેસ્ટોરાંમાં ડિનર લેવા માટે બંને જણ એકસાથે એક જ કારમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન મૌની રોયે સ્ટ્રેપલેસ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં તેનું આકર્ષક ફિગર જોઇ ત્યાં હાજર પેપેરાઝીઓ સુદ્ધાં અંજાઇ ગયા હતા. તો સુંદરતાનો બીજો ઝાટકો લોકોને લાગ્યો દિશા પટણીને જોઇને. દિશા કારમાંથી બહાર નીકળી ત્યારે તે સ્ટ્રેપલેસ પેચવર્ક ક્રોસેટ સ્ટાઇલ ટોપ અને બેગી પેન્ટ્સમાં જોવા મળી હતી. એ સાથે જ ખભા સુધી પહોંચતા તેના સુંદર વાળ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહ્યા હતા. બંને સુંદરીઓને એકસાથે જોઇને પેપેરાઝીઓએ તેમને કચકડે કંડારવા માટે એક ક્ષણનો પણ સમય વેડફ્યો નહોતો.
બંનેને જોઇને લોકો એક જ વાત કરી રહ્યા હતા કે ‘બેસ્ટ ફ્રેન્ડ્સની જોડી હોય તો મૌની અને દિશા જેવી.’
અક્ષય કુમાર સાથે અમેરિકાની ટુરમાં સાથે ગયા બાદ આ બંનેની જોડી જાણે ફેવિકોલના બંધનની જેવી મજબૂત બની ગઇ છે, એવી કોમેન્ટ્સ પણ અનેક લોકોએ કરી હતી. કારણ કે આ ટુર બાદ બંને એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગઇ છે અને અવારનવાર સાથે ફરવા જતા અને આનંદ માણતા જોવા મળે છે. સામાન્ય રીતે તો કોઇ કપલ માટે લોકો આવું લખતા હોય છે, પરંતુ અમુક ચાહકોએ આ વીડિયોની નીચે પણ કોમેટ્સ કરી હતી કે ‘યે બેસ્ટ ફ્રેન્ડ્સ કી જોડી સદા સલામત રહે’.