સ્પોર્ટસ

શિખરનો કરીઅરની પ્રથમ મૅચમાં ઝીરો અને અંતિમ મૅચમાં ત્રણ રન

રિટાયરમેન્ટના નિર્ણય બદલ ખેદ નથી, પણ ભારત વતી રમ્યાનું ગૌરવ છે

નવી દિલ્હી: લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અને ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી શનિવારે નિવૃત્તિ જાહેર કરી હતી.

જીવનમાં કંઈક નવું કરવા અને આગળ વધવાના હેતુથી પોતે રિટાયરમેન્ટ લીધું હોવાનું શિખરે કહ્યું હતું. તેણે એવું પણ જણાવ્યું હતું કે ‘રિટાયરમેન્ટનો નિર્ણય લેતી વખતે મેં ખુદને કહ્યું કે જીવનમાં આવી રહેલા આ નવો વળાંક લેતી વખતે દુખી ન થવું. ખાસ કરીને ભારત વતી હવે ફરી ક્યારેય નહીં રમાય એ વાતનો ખેદ કદી ન કરવો. ઊલટાનું, ખુશ થવાનું કે પોતાના રાષ્ટ્ર વતી આટલું બધુ રમવાનું સૌભાગ્ય તથા ગૌરવ મળ્યું.’

Zero in Shikhar's first match of his career and three runs in the last match
pic ….X.com



શિખરે કુલ 269 ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ 24 સદી ફટકારી હતી.
શિખર વિશ્ર્વમાં વન-ડેના એવા આઠ બૅટરમાં સ્થાન ધરાવે છે જેમણે 40-પ્લસની સરેરાશે તથા 90-પ્લસના સ્ટ્રાઇક રેટ સાથે 5000 કે વધુ રન બનાવ્યા છે. આ આઠ ખેલાડીમાં રોહિત અને કોહલી બીજા બે ભારતીય છે. બાકીના પાંચ પ્લેયરમાં ડિવિલિયર્સ, વૉર્નર, ડિકૉક, રિચર્ડ્સ અને વૉટ્સન સામેલ છે.

2010માં તે ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની પ્રથમ વન-ડે રમ્યો હતો જેમાં ઝીરોમાં અને કારકિર્દીની અંતિમ મૅચ (2022માં બાંગ્લાદેશ સામેની વન-ડેમાં) ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : શિખર ધવનને શાનદાર કરીઅર બદલ સેહવાગ, ગંભીર સહિત અનેકના અભિનંદન

શિખરની કરીઅર પર એક નજર

(1) 34 ટેસ્ટના 58 દાવમાં કુલ 3458 બૉલમાં બનાવ્યા 2315 રન, સાત સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી, 190 હાઇએસ્ટ સ્કોર, 12 સિક્સર અને 316 ફોર, 40.61ની ઍવરેજ, પ્રથમ ટેસ્ટ માર્ચ 2013માં મોહાલીમાં ઑસ્ટ્રેલિયા સામે, છેલ્લી ટેસ્ટ 2018માં ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે.
(2) 167 વન-ડેમાં કુલ 7436 બૉલમાં બનાવ્યા 6793 રન, 17 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી, 143 હાઇએસ્ટ સ્કોર, 79 સિક્સર અને 842 ફોર, 44.11ની ઍવરેજ, પ્રથમ વન-ડે ઑક્ટોબર 2010માં વિશાખાપટનમમાં ઑસ્ટ્રેલિયા સામે, છેલ્લી વન-ડે ડિસેમ્બર 2022માં ચટગાંવમાં બાંગ્લાદેશ સામે.
(3) 68 ટી-20માં કુલ 1392 બૉલમાં બનાવ્યા 1759 રન, 11 હાફ સેન્ચુરી, 92 હાઇએસ્ટ સ્કોર, 50 સિક્સર અને 191 ફોર, 27.92ની ઍવરેજ, 126.36નો સ્ટ્રાઇક રેટ, પ્રથમ ટી-20 જૂન 2011માં પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે, અંતિમ ટી-20 જુલાઈ 2021માં કોલંબોમાં શ્રીલંકા સામે.
(4) વન-ડે સૌથી પ્રિય ફૉર્મેટ હતું જેમાં સૌથી વધુ 1265 રન ઑસ્ટ્રેલિયા સામે બનાવ્યા હતા.
(5) સૌથી વધુ ચાર-ચાર વન-ડે સદી ઑસ્ટ્રેલિયા તથા શ્રીલંકા સામે ફટકારી હતી.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…