આપણું ગુજરાત

સાબદા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાત જળબંબોળ : તમારા જિલ્લાની સ્થિતિ જાણી લો !

ગુજરાતમાં જન્માસ્ટમીનું મિનિ વેકેશન શરૂ થઈ ગયું છે સહેલાણીઓ ગોવા, સોમનાથ,દ્વારકા, અને ડાંગ-સાપુતારા જવા ઉપડી ગ્યાં છે તો કેટલાક તૈયારીઓમાં છે.આ વચ્ચે જ શનિવાર સવારથી ગુજરાત પર ત્રણ -ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં જળ બંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતનાં વિજાપુરમાં માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ અને દક્ષિણ ગુજરાતનાં ઉમર પાડામાં લગભગ 8 ઇંચ વરસાદ થતાં ચો-તરફ પાણી -પાણી થઈ ગયા છે.

ગુજરાત પર સક્રિય થયેલી આ ત્રિ-વિધ સિસ્ટમ થી આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ બધડાટી બોલાવશે તેવા હવામાન વિભાગના અનુમાનથી સહેલાણીઓની મજા બગડશે તેવો તેમનામા પ્રવાસ દરમિયાન ભય પેસી ગયો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: Mumbai અને પૂણેમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડબાય

ગુજરાત પર થયેલી ત્રિવિધ સિસ્ટમના કારણે માત્ર દક્ષિણ ગુજરાત જ અંહી, પરંતુ ઉત્તર ગુજરાત, મઢી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધારની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રમાં જન્માસ્ટમી ના લોકમેળાનું ભારે મહાત્મ્ય છે ત્યારે, રાજકોટ જામનગર જેવા શહેરોમાં લોકમેળાઓ વર્ષોથી મનોરંજનના માધ્યમ રહ્યા છે પરંતુ આગાહી પ્રમાણે જો વરસાદ પડશે તો લોકમેળા પર વરસાદી ગ્રહણ મંડાશે. આ ભીતિ આયોજકો અને સ્ટોલ ધારકો સહિત મેળાની મજા માણવા ઉત્સુક નાગરિકો પણ સેવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રેડ એલર્ટ એટલે કે, જે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે. ઓરેન્જ અલેટ એટલે કે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને યલો એલર્ટનો મતલબ કે જે જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તે જિલ્લાઓમાં આ પ્રકારે એલર્ટ જાહેર કરવામાં આવે છે. તદુપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યભરમાં મેઘ ગર્જના અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

રવિવાર માટે એલર્ટ કયાઁ-કયાઁ ?

હવામાન વિભાગની રવિવાર માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. તો ઓરેન્જ એલર્ટ માટેના જિલ્લાઓમાં દીવ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી રહેશે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…