સુરત

સુરતમાં નકલીનો વાયરો! નકલી IPS અધિકારી બાદ ઝડપાયો નકલી CID ઓફિસર

સુરત: ગુજરાતમાં તહેવારોની સિઝનમાં નકલી ખાદ્ય સામગ્રી મળી આવે તેવા સમાચારોની જગ્યાએ નકલી ઓફિસરો ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે. થોડા દિવસ પહેલા સુરતમાંથી નકલી આઇપીએસ ઓફિસ ઝડપાયો હતો ત્યારે આજે ફરી નકલી સીઆઇડી અધિકારી ઝડપાયો છે. સુરતની સિંગણપોર પોલીસ સ્ટેશને પોતાની જાતને સીઆઇડી ઓફિસર ગણાવતા એક અધિકારીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સિંગણપોર પોલીસે પાટણ ખાતેથી પોતાને નકલી CID ઓફિસર ગણાવતા તરુણ ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તરુણ ભટ્ટ સિંગણપોરમાં રહેતી એક મહિલાની રેકી કરતો હતો અને મહિલાની પાછળ પાછળ ફરીને તેના ફોટા પાડી લેતો હતો. આથી મહિલાએ આ અંગે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ પોતે CID ઓફિસર હોવાની ઓળખ આપી હતી.

આ પણ વાંચો: જરા બચકે ! નકલી IPS બનીને ફરતા અધિકારીની સુરતથી ધરપકડ

પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે કે કોઇ એક ખાનગી એજન્સી દ્વારા જાસૂસી કરવામાં આવી રહી હતી. આરોપી આ સેન્ટર ચલાવવા માટે અજય રાય માટે કામ કરતો હતો અને તે બદલ તેને દિવસના લેખે પૈસા મળતા હતા અને આથી તે મહિલાની પાછળ જઈને તેના ફોટા પડતો હતો. જઓ કે પોલીસ તપાસમાં આરોપી તરુણ ભટ્ટનો ગુનાહી ઇતિહાસ હોવાની વિગતો પણ સામે આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button