સ્પોર્ટસ

સ્મૃતિ મંધાના વર્લ્ડ કપ પહેલાંના વેકેશનમાં પહોંચી ગઈ….

મુંબઈ: ભારતના મહિલા વન-ડે ફૉર્મેટની નંબર-વન બૅટર અને વિશ્ર્વમાં ત્રીજી રૅન્ક 28 વર્ષની સ્મૃતિ મંધાના આગામી ઑક્ટોબરમાં યુએઇમાં રમાનારા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ પહેલાંનું વેકેશન આપણા કાશ્મીરની જેમ ધરતી પરના સ્વર્ગ સમાન સ્થળ તરીકે ગણાતા સ્વિટ્ઝરલૅન્ડમાં પહોંચી ગઈ છે.

10 વર્ષની શાનદાર કરીઅરમાં કુલ 230થી પણ વધુ ઇન્ટરનૅશનલ મૅચોમાં 7,500 જેટલા રન બનાવનાર લેફ્ટ-હૅન્ડ બૅટર મંધાનાના સ્મૃતિ-પટ પર સ્વિટ્ઝરલૅન્ડના સ્થળો હંમેશને માટે અંકિત થઈ જશે એમાં કોઈ શંકા નથી.

.મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ ત્રીજી ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચથી શરૂ થશે. ભારતની પ્રથમ મૅચ ચોથી ઑક્ટોબરે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે રમાશે.

આ બધા અત્યંત મહત્ત્વના મુકાબલા માટે તૈયાર થવા સ્મૃતિ મંધાના વેકેશન માણવાની સાથે ફુલ્લી ફિટ રહેવા માટે પણ તત્પર છે.

આ પણ વાંચો: India v/s South Africa ODI: સ્મૃતિ મંધાના સેન્ચુરીની હૅટ-ટ્રિક ચૂકી, પણ એક મોટો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો

સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં જ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં બૅક-ટુ-બૅક સેન્ચુરી (117 અને 136) ફટકારી હતી. ત્રીજી વન-ડેમાં તે 90 રન પર આઉટ થઈ જતાં સદીની હૅટ-ટ્રિકથી વંચિત રહી હતી.

જોકે સ્મૃતિ સ્વિટ્ઝરલૅન્ડ જતાં પહેલાં ઇંગ્લૅન્ડમાં ‘ધ હન્ડ્રેડ’ નામની 100 બૉલવાળી ટૂર્નામેન્ટમાં સારું નહોતી રમી. પાંચમાંથી એક પણ મૅચમાં તેની હાફ સેન્ચુરી નહોતી.

હા, સ્મૃતિ અત્યારથી જ ભારતની લેજન્ડરી મહિલા ક્રિકેટર તરીકે ઓળખાવા લાગી છે. તેણે ત્રણેય ફૉર્મેટ મળીને કુલ 7,500 જેટલા રન બનાવ્યા છે અને ભારતીય મહિલા બૅટર્સમાં મિતાલી રાજ (કુલ 10,868 રન) પછી બીજા નંબરે છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…