આમચી મુંબઈમહારાષ્ટ્ર

અફસોસ, મહિલાઓ સામેના અત્યાચારોમાં સંકળાયેલા ગુનેગારોની પડખે સરકાર: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે અત્યંત અફસોસ થાય છે કે મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો સામે પગલાં લેવાને બદલે મહારાષ્ટ્રની સરકાર, જેમને તેમણે બેશરમ ગણાવી હતી, તેમની પડખે ઊભી છે.

મહિલાઓ પર અત્યાચારના વિરોધમાં આયોજિત દેખાવોમાં હાજર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે બદલાપુરમાં બે બાળકીઓનું જાતીય શોષણ થયું હતું. મહિલાઓની સુરક્ષા માટે રાજ્યની મહાયુતિ સરકારને ઉથલાવીને મહાવિકાસ આઘાડી સરકાર સ્થાપિત કરવી આવશ્યક છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર બંધઃ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું અમે હાઈ કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું

અફસોસ એ વાતનો છે કે દોષીઓ સામે પગલાં લેવાને બદલે સરકાર તેમની પડખે ઊભી છે, એવો આક્ષેપ ઠાકરેએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આટલી બેશરમ સરકાર ક્યારેય જોવા મળી નથી.

મહાયુતિ સરકાર ભાજપ, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીની ગઠબંધન સરકાર છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરતાં ઠાકરેએ કહ્યું હતું કે કંસ મામા રાખડીઓ બંધાવવામાં વ્યસ્ત છે અને તેમની ભાણેજોને ક્યારે ન્યાય મળશે એવો સવાલ કર્યો હતો.

આ પણ વાંચો: બદલાપુરમાં વિરોધ પ્રદર્શન કરનારા સામેના કેસ પાછા ખેંચો નહીં તો રસ્તા પર ઉતરીશું: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મી અને તેમના પુત્ર તેમ જ ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાદરના શિવસેના ભવન સામે દેખાવો કર્યા હતા. તેમણે મોં પર કાળી પટ્ટીઓ બાંધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ તેમના પાર્ટીના કાર્યકર્તાઓને બહિણ સુરક્ષિત, તર ઘર સુરક્ષિતના નામ હેઠળ સહી ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ એકઠી કરવામાં આવેલી સહીઓ હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એમ પણ પણ તેમણે કહ્યું હતું.
કોર્ટે આપણો બંધ રોક્યો હતો, પરંતુ તેઓ આપણો અવાજ દબાવી શકશે નહીં, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button