નેશનલસ્પેશિયલ ફિચર્સ

ઝડપથી કરી લો Pan Card સંબંધિત આ કામ નહીંતર… તમને પણ આવ્યો છે આવો મેસેજ?

ભારતમાં રહેતાં નાગરિકો માટે પેન કાર્ડ (Pan Card), આધાર કાર્ડ(Aadhar Card) મહત્ત્વના દસ્તાવેજોથી અનેર નાના-મોટા કામ ચપટી વગાડતામાં પૂરા થઈ જાય છે. પરંતુ આ જ મહત્ત્વના દસ્તાવેજોમાંથી એવા પેન કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા હતા. પેન કાર્ડ સંબંધિત એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. ચાલો જોઈએ શું છે એ કામ અને તમે કઈ રીતે સુરક્ષિત રહી શકો છો.

આજકાલ સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે. આવા જ એક ઉપાયને લઈને પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) દ્વારા માહિતી આપવામાં આવી છે. સ્કેમર્સ દ્વારા એવો મેસેજ ફોર્વર્ડ કરવામાં આવી રહ્યો છે જેમાં તેઓ ઈન્ડિયન પોસ્ટથી હોવાનો દાવો કરી રહ્યા છે. પીઆઈબી દ્વારા આવા મેસેજ ફેક હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : Mukesh Ambaniને છોડી આ કોની સાથે ડેટ પર જવા માંગે છે Nita Ambaniએ? મુકેશ અંબાણીએ કહ્યું…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીઆઈબી દ્વારા પોસ્ટ કરીને યુઝર્સને આવા મેસેજથી સાવધાન રહેવાનું જણાવ્યું છે. સ્કેમર્સ લોકોને ઈન્ડિયા પોસ્ટના નામથી મેસેજ મોકલાવી રહ્યા છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે તમારે જેમ બને તેમ ઝડપથી તમારા પેનકાર્ડ્સની ડિટેઈલ અપડેટ કરાવો, નહીં તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે.

પીઆઈબી દ્વારા આ દાવાને ફેક ગણાવ્યો છે. સ્કેમર્સ આ મેસેજની સાથે યુઝર્સને એક લિંક પણ મોકલાવી રહ્યા છે અને યુઝર્સ આ લિંક પર ક્લિક કરીને પોતાની જાતને મુશ્કેલી મૂકી દે છે. આવા પ્રકારના ફ્રોડથી બચવા માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમને આવું કોઈ પણ મેસેજ અજાણી વ્યક્તિ કે સેન્ડર તરફથી આવે છે તો તેના પર રિપ્લાય કરવાનું ટાળો. કોઈ પણ શંકાસ્પદ મેસેજ કે લિંક પર ક્લિક કરવાનું ટાળો અને આવી લિંક પર પર્સનલ ડિટેઈલ્સ શેર કરવાનું ટાળો.

આ સિવાય જો કોઈ કંપની કે બેંકના નામે કોઈ મેસેજ આવે છે અને તમને લાગે કે તે જરૂરી છે તો પહેલાં સંબંધિત ઓથોરિટી પાસેથી એ મેસેજ વેરિફાઈ ચોક્કસ કરો. ત્યાર બાદ જ તેના પર કોઈ પણ રિપ્લાય આપો. આ સિવાય તમારા ફોન અને સોફ્ટવેરને હંમેશા અપડેટેડ રાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button