તમારા છોટુની હાઈટ વધારવી છે?

વજન, ઉંચાઈ, ત્વચા, વાળ બધાનું ધ્યાન બાળપણથી રાખવું પડે છે

માતા-પિતાએ આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે

અમુક બાળકોની હાઈટ એટલે કે ઉંચાઈ વધતી નથી, આવા બાળકોને બધા છોટૂ કે ઠીંગુજી કહીને બોલાવે છે

આજે અમે તમને એવા યોગાઆસન બતાવીશું જેનાથી આપના બાળકની હાઈટ વધશે અને શરીર સુડોળ બનશે

તાડાસનઃ આ આસન કરવાથી કરોજરજ્જુ ખેંચાઈ છે અને લંબાઈ વધે છે

વૃક્ષાસનઃ આ આસન કરવાથી શરીરનું સંતુલન વધે છે અને શરીર મજબૂત બને છે

ભુજંગાસનઃ આ આસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે

હસ્તપાદાસનઃ આ આસનથી માંસપેશીઓ ખેંચાઈ છે અને ઉંચાઈ વધવા સાથે મજબૂતાઈ આવે છે

સુખાસનઃ આ આસન દરમિયાન જમણી અને ડાબી બાજુએ ઝૂકવાનું છે જે શરીરને ફ્લેક્સિબલ રાખે છે

આ તમામ આસન નિષ્ણાતોની સલાહ અનુસાર નિયમિત કરવા જરૂરી છે,