સોનિયા ગાંધીને વધારે વહાલું કોણ? રાહુલ કે પ્રિયંકા નહી?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પર તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા ગાંધી સાથેની ખાસ તસવીરો શેર કરતા રહે છે. રાહુલે ગયા વર્ષે વર્લ્ડ એનિમલ ડે પર તેમની માતાને નૂરી નામનો શ્વાન ભેટમાં આપ્યો હતો. હવે રાહુલ ગાંધીએ શુક્રવારે 23 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમની માતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના ખભા પર શ્વાનને લીધેલો જોવા મળે છે. યુઝર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો સોનિયા ગાંધી અને તેમના પાલતુ શ્વાનની તસવીરની પ્રશંસા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ શ્વાન તેમની માતાનો પ્રિય છે. ગયા વર્ષે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની યુટ્યુબ ચેનલ પર ગોવા પ્રવાસનો એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તેઓ ગોવાના એક પરિવારને મળ્યા હતા, જેમણે તેને નૂરી શ્વાન ભેટમાં આપ્યો હતો. રાહુલ નૂરીને દિલ્હી લઈ આવ્યા અને માતા સોનિયા ગાંધીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.
રાહુલ ગાંધીએ શેર કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માતા સોનિયા સાથેના તેમના કોમળ, પ્રેમાળ સંબંધો જોવા મળે છે. રાહુલ તેમની માતા સાથે કેટલા એટેચ્ડ છે, તેની જાણ થાય છે. જોકે, રાહુલ ગાંધી નિખાલસપણે જણાવે છે કે ‘મોમ્સ ફેવરિટ’નું બિરૂદ તેમની કે પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે નથી, પણ નૂરી પાસે છે.
રાહુલ ગાંધીની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને તેને લાખો લાઇક્સ મળ્યા છે.