Anant Ambaniના લગ્નમાં Kokilaben Ambaniની રોનક ઝાંખી પડતાં બચાવી આ વસ્તુએ નહીંતર થયો હોત…
મુકેશ અંબાણી (Mukesh Ambani)ની મમ્મી અને રિલાયન્સના ઓરિજનલ માલિક કહી શકાય એવા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) 90 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી પરિવારની વહુ-દીકરીઓને કાંટે કી ટક્કર આપે છે. પરંતુ એક સમયે એવું પણ થયું કે જ્યારે પૌત્ર અનંત અંબાણી (Anant Ambani)ના લગ્નમાં આ કરોડો રૂપિયાના માલિક એવા કોકિલાબેન એટલી સિમ્પલ સાડી પહેરીને આવ્યા હતા કે વહુઓ સામે એમનો દબદબો ઘટી ગયો, પરંતુ ગળામાં પહેરેલા હારે તેમની આબરુ બચાવી લીધી હતી.
કોકિલાબેન અંબાણી આ ગ્રેટ ગ્રાન્ડ ઈન્ડિયન વેડિંગમાં વહુ નીતા અંબાણી (Nita Ambani) અને ટીના અંબાણી (Tina Ambani) સામે ઝાંખા પડી ગયા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શનમાં કોકિલાબેન અંબાણી લાલ અને વ્હાઈટ કલરની લહેરિયા સાડીમાં જોવા મળ્યા હતા. સામાન્યપણે ભારેભરખમ વર્કવાળી સાડીમાં જોવા મળતાં કોકિલાબેન અંબાણીએ પૌત્રના લગ્ન માટે એવી સાડી પસંદ કરી હતી કે તેઓ એકદમ ઝાંખા પડી ગયા હતા.
પરિવારની અન્ય મહિલા સદસ્યો નીતા અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી સામે એકદમ ડીમ લાગી રહ્યા હતા. આ સાડી બહુ મોંઘી પણ નહીં હોય. પરંતુ એ તો ભલુ થજો તેમણે ગળા પહેરેલા હીરાના હારનું કે જેમણે તેમની શાન-રોનકને ઝાંખી ના પડવા દીધી. હેવી ઝાલર પેટર્નના ડાયમંડના હારમાં કોકિલાબેન અંબાણી કોઈ પણ સામ્રાજ્યના સામ્રાજ્ઞી જેવા શોભી રહ્યા હતા.
લાલ-વ્હાઈટ લહેરિયાની સાડીની સાથે તેમણે બંધ ગળાનું સિક્વેન અને ઝરી વર્કવાળું બ્લાઉઝ પહેર્યું હતું. કપાળ પર મોટી લાલ ટિકલી અને લાલ લિપસ્ટિક અને સ્ટડવાળા ડાયમંડના ઈયરરિંગ્સ સાથે કોકિલાબેને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.