ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ...
મોટાભાગના ઘરોમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડા, મતભેદ એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે, જેને આપણે જનરેશન ગેપનું નામ આપીએ છીએ
પરંતુ શું તમને ખબર છે કે જ્યારે આ ઝઘડા અતિશય વધી જાય ત્યારે તેનું કારણ પણ તમારા રસોડામાં જ છુપાયેલું છે?
વાસ્તુશાસ્ત્ર
માં આ સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે, ચાલો આજે તમને એ કારણ વિશે જણાવીએ...
વહુએ રસોડામાં કામ કરતી વખતે તમામ વસ્તુઓ જગ્યા પર મૂકવી જોઈએ, અસ્તવ્યસ્ત સામાન પણ સાસુ-વહુ વચ્ચે ઝઘડાનું કારણ બને છે
આ સિવાય રસોડામાં ક્યારેય ગંદગી ના રાખો, કારણ કે આને કારણે પણ સાસુ-વહુના સંબંધમાં કડવાશ આવે છે
કિચનમાં એઠા વાસણ, તવો ઉંધો કરીને કે તૂટેલો-ફૂટેલો સામાન ના રાખો. આ વસ્તુઓ પણ ઝઘડા માટે જવાબદાર હોય છે
સાસુ-વહુએ દિવસમાં એક વખત તો સાથે બેસીને જમવું જોઈએ, જેથી બંને વચ્ચે મનમેળ બની રહે અને ઝઘડા ના થાય
સાથે જમતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે એકબીજાની સામ-સામે ના બેસો, પણ સાથે બેસો.
એમાં પણ જો સાસુનું મોઢું ઉત્તર દિશામાં અને વહુનું મોઢું પૂર્વ દિશામાં હોય તો તો સોનામાં સુગંધ ભળી જાય
એમાં પણ જો સાસુનું મોઢું ઉત્તર દિશામાં અને વહુનું મોઢું પૂર્વ દિશામાં હોય તો તો સોનામાં સુગંધ ભળી જાય