ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

અંતરિક્ષમાં આ કારણે ફસાઇ છે Sunita Williams,પરત ફરવા અંગે નાસાએ આપ્યો આ જવાબ…

વોશિંગ્ટન : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને તેના સાથી બૂચ વિલ્મોર 6 જૂનથી અવકાશમાં ફસાયેલા છે. આ બે અવકાશ યાત્રીઓની પૃથ્વી પર પરત ફરવાની આશા છે. ત્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે અનિશ્ચિતતાના કારણે બંનેને હજુ થોડા દિવસો અવકાશમાં વિતાવવા પડી શકે છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ સાથે પરત લાવવા અંગેનો અંતિમ નિર્ણય શનિવારે લેવામાં આવી શકે છે.

આ મામલાને લઈને નાસાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે એજન્સી લેવલ રિવ્યુ બાદ 24 ઓગસ્ટે સ્ટારલાઈનરને અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર લાવવા અંગે નિર્ણય લઈ શકે છે. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)પર સમય પસાર કરવા માટે પૃથ્વી પરથી ઉડાન ભરી હતી. પરંતુ તેને આ પૃથ્વી છોડ્યાને લગભગ 2 મહિના વીતી ગયો છે.

જેના કારણે બંને ફસાયા છે

બંને સ્પેસશીપમાંથી સ્ટારલાઈનર સુધી પહોંચ્યા. જ્યાં લેબોરેટરીની નજીક પહોંચ્યા બાદ અવકાશયાનમાં ઘણી ટેકનિકલ સમસ્યાઓ સામે આવી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા થ્રસ્ટર્સ પણ નિષ્ફળ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપલ્શન પ્રક્રિયા દરમિયાન હિલિયમ ગેસ પણ લીક થવા લાગ્યો હતો. જો કે, પાંચમાંથી ચાર થ્રસ્ટર રિપેર કરવામાં એન્જિનિયરો સફળ રહ્યા હતા. સ્ટારલાઈનર પર કુલ 28 થ્રસ્ટર્સ છે. તે પૃથ્વીને યોગ્ય રીતે ડી-ઓર્બિટ કરવા તૈયાર નથી.

SpaceX થી પાછા આવશે !

બોઈંગે સ્ટારલાઈનરની સુરક્ષાને લઈને નાસાના અધિકારીઓ સાથે વાત કરી હતી પરંતુ નાસા આને લઇને અસહમતિ વ્યક્ત કરી છે. જો યુએસ સ્પેસ એજન્સી તેને શનિવારે મુસાફરી માટે અયોગ્ય માને છે. તો તેને ઓર્બિટિંગ લેબમાંથી ચાલક દળ વગર દૂર કરી દેવામાં આવશે. જો આવું થાય તો સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર ફેબ્રુઆરી 2025 માં SpaceX ડ્રેગન કેપ્સ્યુલ પર પાછા આવી શકશે.

નાસા કરી રહ્યું છે દરેક સંભવ પ્રયાસ

અવકાશયાત્રીઓ ISSમાં ફસાયેલા હોવાથી નાસા તેમને સુરક્ષિત પરત લાવવા વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. ગયા અઠવાડિયે નાસા દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે તે સ્ટારલાઇનરનો પ્લાન મુજબ ઉપયોગ કરવા અથવા SpaceX ડ્રેગન અવકાશયાનમાં પરત લાવવા વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે નાસાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આખરી નિર્ણય મહિનાના અંતમાં લેવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…