મનોરંજન

અભી આઇ અભી ચલ દી… ભાઇના વેડિંગ સમારોહમાંથી વિદેશ પરત દેશી ગર્લ

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હંમેશા તેના લુક અને એક્ટિંગથી લોકોને પ્રભાવિત કર્યા છે. જોકે, નિક જોનાસ સાથે લગ્ન બાદ તે અમેરિકામાં સ્થાયી થઇ ગઇ છે, પણ કામકાજ માટે તે ઘણી વાર ભારત આવે છે. હાલમાં જ તે અંબાણી પરિવારના વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા ભારત આવી હતી. હવે પાછી તે ભારતની ઉડતી મુલાકાતે આવી છે. પ્રિયંકા ચોપરા ગઈકાલે જ ભારત પરત ફરી હતી અને મોડી રાત્રે અભિનેત્રી તેના પતિ નિક અને પુત્રી પાસે વિદેશ પરત ફરી હતી. તે પૂરો એક દિવસ પણ ઇન્ડિયામાં રોકાઇ નહોતી. પ્રિયંકા ચોપરા તેના એકમાત્ર ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નની કેટલીક વિધિઓમાં સામેલ થવા માટે અહીં આવી હતી.

23 ઑગસ્ટના રોજ જ્યારે તે ભારત પહોંચી ત્યારે પાપારાઝીઓએ તેને કેમેરામાં કંડારી લીધી હતી. આ પછી પ્રિયંકા લગ્ન સ્થળની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા. શુક્રવારે જ્યારે પ્રિયંકા ભારત પહોંચી ત્યારે તેની સાથે તેનો પતિ નિક જોનાસ કે દીકરી માલતી મેરી તેની સાથે જોવા મળી નહોતી. એ સમયે જ લોકોને ખાતરી થઇ ગઇ હતી કે પ્રિયંકાનું ઇન્ડિયામાં રોકાણ બહુ લાંબુ નહીં હોય.

ભાઇના વેડિંગ સમારોહમાં અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. ફેમિલી ફંક્શન માટે પ્રિયંકાએ સુંદર કિરમજી રંગની સાડી પસંદ કરી હતી અને સાથે સ્ટાઇલિશસેક્સી બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાએ મેચિંગ પર્લ ઇયરિંગ્સ સાથે લેયર્ડ પર્લ ચોકર નેકલેસથી તેના દેખાવને રોયલ ટચ આપ્યો હતો. તેણે વાળને ઢીલા ઉંચા બનમાં બાંધ્યા હતા. તેણે બોલ્ડ લાલ લિપસ્ટિક અને સ્મોકી આઇ સાથે ક્લાસિક મેકઅપ કર્યો હતો.

પ્રિયંકા જ્યારે લગ્ન સ્થળ પર પહોંચી ત્યારે પાપારાઝીઓએ તેના ફોટા લેવાનું શરૂ કર્યું હતું. પાપારાઝીઓએ પ્રિયંકાને તેના નામથી બોલાવી તેના ફોટા ક્લિક કરવા માંડ્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ પાપારોઝીને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, જે જોઇને પ્રિયંકા ગુસ્સે થઇ હતી અને સિક્યોરિટીને આમ ન કરવા કહ્યું હતું. તેણે પેપ્સને શાંતિથી પોઝ આપ્યા હતા બાદમાં અંદર ગઇ હતી.

ઈવેન્ટનો ભાગ બન્યા બાદ અભિનેત્રી તરત જ વિદેશ જવા રવાના થઈ ગઈ હતી. લગ્ન સમારોહમાંથી બહાર નીકળીને પ્રિયંકાએ પાપારાઝીને ઝડપથી તસવીરો ક્લિક કરવાની સૂચના આપી હતી, કારણ કે તેણે અમેરિકાની ફ્લાઇટ પકડવાની હતી.

આ દરમિયાન ચાહકો પ્રિયંકાના પતિ અને દીકરીને મિસ કરતા જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…