જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7,16 કે 25 તારીખે થયો છે તેમનો મૂળાંક 7 છે.
અંકશાસ્ત્ર અનુસાર સાત મૂળાંકવાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
તેમના જીવનમાં સફળતાની શક્યતાઓ વધુ હોય છે અને તેઓ તેમના પરિવાર માટે પણ ઘણા લકી સાબિત થાય છે
તેઓ ઘણા જ મહત્વાકાંક્ષી હોય છે અને કોઈ પણ સંજોગોમાં હાર માનતા નથી
તેમની વિલક્ષણ વિચારક્ષમતા જ તેમને નામ, દામ અને સફળતા અપાવે છે.
આ લોકો પોતાની કરિયરમાં સારા પૈસા અને પ્રસિદ્ધિ મેળવવામાં સફળ રહે છે.
અંકશાસ્ત્ર દ્વારા સ્પષ્ટ થાય છે કે મૂળાંક સાત ધરાવતા લોકોને જીવનમાં સફળતાની ઘણી તકો હોય છે જે તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે.