ટોપ ન્યૂઝ

Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, કેસ ચલાવવા LG એ મંજૂરી આપી…

નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)મુશ્કેલી ઘટવાનું નામ નથી લઇ રહી. જેમાં હવે સીબીઆઈએ કથિત દારૂ નીતિ ગોટાળા કેસમાં કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેનાની મંજૂરી મેળવી લીધી છે. સીબીઆઇએ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની રાઉલ એવન્યુ કોર્ટમાં આ મંજૂરી જમા કરાવી છે. આ કેસની આગામી સુનાવણી 27 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

કેજરીવાલ માર્ચથી જ્યુડિશિયલ કસ્ટડીમાં

કોર્ટ સીબીઆઈની કેજરીવાલના આરોપી તરીકે નામ વાળી પૂરક ચાર્જશીટ સ્વીકારશે તેની બાદ કેજરીવાલ વિરુદ્ધ આરોપો નક્કી કરવામાં આવશે. દારૂ નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ માર્ચથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.

સીબીઆઈએ 6 જૂને ઔપચારિક રીતે ધરપકડ કરી

સીબીઆઈએ તેમની ભ્રષ્ટાચારના કેસમાં 6 જૂને ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. જેની તે અલગથી તપાસ કરી રહી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી અને સીબીઆઈને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઈએ 28 જુલાઈના રોજ લેફ્ટનન્ટ ગવર્નરના સચિવાલયનો સંપર્ક કર્યો હતો જેથી મુખ્ય પ્રધાન કેજરીવાલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 19 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી મળે. જો કે આ મંજૂરી મળી ગઈ છે.

સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડી

સીએમ કેજરીવાલને સીબીઆઈ અને ઇડી બંને દ્વારા દારૂ નીતિ સંબંધિત કેસોમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. જે પછીથી રદ કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે કેજરીવાલ લિકર પોલિસીની રચનામાં સીધા સામેલ હતા. જે ‘સાઉથ ગ્રૂપ’ને આપવામાં આવતા લાભોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. કેજરીવાલને EDના કથિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.પરંતુ સીબીઆઈ કેસમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button