અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabadમાં વહેલી સવારથી મેધમહેર, બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે શનિવારની સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની ફરિયાદો
અમદાવાદના એસ. જી. હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, જોધપુર, મકરબા, બોપલ, શાંતિપુરા, શેલા, સનાથલ, વિસલપુર, કાસિન્દ્રા, સરખેજ, વાસણા, પાલડી અને ગોતા સહિતના વિસ્તારો ઉપરાંત ઉપરાંત પૂર્વ અમદાવાદમાં મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આ સાથે વાહનચાલકોને દિવસે પણ લાઈટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની ફરિયાદો સામે આવી છે.

24મીથી 26મી ઓગસ્ટે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 24મીથી 26મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ પડ્યો છે.

Show More

Related Articles

Back to top button
ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને