ટોપ ન્યૂઝધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ આજથી શરૂ, Janmashtamiના કાર્યક્રમોનું જુઓ સંપૂર્ણ લિસ્ટ…

મથુરા : મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાએ જાહેરાત કરી છે કે 26 ઓગસ્ટે કૃષ્ણ જન્મસ્થાન મંદિર 12 કલાકના સ્થાને 20 કલાક ખુલ્લું રહેશે જેથી ભક્તો જન્માષ્ટમી (Janmashtami)પર દર્શન કરી શકે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિના સચિવ કપિલ શર્મા અને સભ્ય ગોપેશ્વર ચતુર્વેદીએ જણાવ્યું કે મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન ખાતે ભગવાન કૃષ્ણની જન્મજયંતિના વિવિધ કાર્યક્રમો આજથી શરૂ થશે અને આવતા સપ્તાહે ગુરુવાર સુધી ચાલશે.

સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે

તેમણે જણાવ્યું કે આ વખતે જન્માષ્ટમી પર્વને લગતા કાર્યક્રમોનું આયોજન શ્રી કૃષ્ણની જન્મસ્થળના પુરાતન વૈભવ અને સ્વરૂપ પ્રાપ્તિ સંકલ્પ સાથે કરવામાં આવશે. ગોપેશ્વર ચતુર્વેદીએ જણાવ્યું કે યોગેશ્વર શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર ભગવાનની જન્મજયંતિ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી શાસ્ત્રીય ધોરણો અને પરંપરાઓ અનુસાર સોમવાર 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

જન્માષ્ટમી પરના કાર્યક્રમોની યાદી

કપિલ શર્માએ જણાવ્યું હતું કે, જનમાષ્ટમીની ઉજવણીને ધ્યાનમાં રાખીને, મંદિર સ્થાનિક લોકો અને યાત્રિકોની સુવિધા માટે 20 કલાક ખુલ્લું રહેશે. તેમણે કહ્યું કે સોમવારે શહેનાઈ અને નગારા સાથે ભગવાનની મંગળા આરતી થશે. સવારે 5.30 વાગ્યાથી ભગવાનનો પંચામૃત અભિષેક 11.00 વાગ્યા સુધી થશે.

જન્માષ્ટમીની સાંજે શ્રી કૃષ્ણ લીલા મહોત્સવ સમિતિ દ્વારા ભરતપુર દરવાજાથી પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવશે જે હોલીગેટ, છટ્ટા બજાર, સ્વામી ઘાટ, ચોક બજાર, મંડી રામદાસ, દેગ ગેટ થઈ શ્રી કૃષ્ણ જન્મસ્થળ પહોંચશે. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણની જન્મજયંતિને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભગવાનના શ્રૃંગાર, પોશાક, મંદિરની સજાવટ અને વ્યવસ્થાને પણ અદભૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંદિર પ્રશાસનની ભક્તોને અપીલ

ચતુર્વેદીએ જણાવ્યું કે જનભાવના અનુસાર આ વખતે જન્મજયંતિનો સંકલ્પ શ્રી કૃષ્ણ જન્મસ્થળના પુરાતન વૈભવ અને સ્વરૂપ પ્રાપ્તિનો હશે. તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે જિલ્લા વહીવટીતંત્રને વ્યવસ્થામાં સહયોગ કરે. સોમવારે શ્રી કૃષ્ણના જન્મસ્થળમાં પ્રવેશ શહેરના ઉત્તરીય દરવાજાથી થશે અને બહાર નીકળવા માટે પૂર્વી એટલે કે મુખ્ય દ્વારનો ઉપયોગ કરાશે. તેમણે કહ્યું કે ભક્તોની સુવિધા માટે મંદિરની આસપાસ અને મુખ્ય સ્થળોએ મેડિકલ કેમ્પ અને ‘લોસ્ટ-ફાઉન્ડ’ સેન્ટરનું પણ ઉભા કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો