વીક એન્ડ

કોઈ સન્નાટા સા સન્નાટા હૈ, કાશ તુફાન ઉઠા દે કોઈ.

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

કોઈ સન્નાટા સા સન્નાટા હૈ,
કાશ તુફાન ઉઠા દે કોઈ.
*
રાત સુનસાન હૈ ગલી ખામોશ,
ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ.
*
દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,
દરિયા અગરચે ખુશ્ક થા, પાની
તહોં મેં થા.
*
વો ભી ક્યા દિન થે કિ જબ ઈશ્ક કિયા કરતે થે,
હમ જિસે ચાહતે થે ચુમ લિયા કરતે થે.
*
વો યુ મિલા હૈ કિ જૈસે કભી મિલા હી નહીં,
હમારી ઝાત પે જિસ કી ઈનાયતેં
થીં બહુત.

હા, યે ખતા હુઈ થી કિ હમ ઉઠ કે
ચલ દિયે,
તુમ ને ભી પલટ કે પુકારા નહીં હમેં.

  • નાસિર ઝૈદી
    ઉર્દૂ શાયરીની દુનિયામાં ‘નાસિર’ ઉપનામ ધરાવતા કેટલાયે શાયરો જાણીતા થયા છે. તેમાં નાસિર યુસુફઝઈ, નાસિર અહમત સિકંદર (૧૯૬૧), નાસિર અંસારી (૧૯૪૨-૧૯૯૯), નાસિર પરવેઝ (૧૯૮૭) વગેરેનો સમાવેશ થાય છે. તેમાં નાસિર કાઝમી (૧૯૨૫-૧૯૭૨) તો ઉર્દૂ ગઝલના સંસ્થાપકોમાંના એક તરીકે વિખ્યાત છે. આ શાયરોમાં નાસિર ઝૈદીનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું ગણાય છે.
    સૈયદ નાસિર રઝા ઝૈદીનો જન્મ ૮ એપ્રિલ ૧૯૪૩ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો હતો. તેમણે લાહૌરમાં રહીને સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે લાહૌરમાં જ ગઝલ સર્જનના પાઠ શીખ્યા હતા. ‘હિમાયતે ઈસ્લામ’ નામના અઠવાડિકની તેમની કટારે ખાસ્સી લોકપ્રિયતા મેળવેલી. તેમણે ‘ઈમરોઝ’ નામના દૈનિકમાં ‘સામી’ બસરીના નામથી થોડો વખત કટાર લખી હતી. સાહિત્યને લગતા કેટલાક સામયિકોના તંત્રીપદે પણ તેઓ રહ્યા હતા. ‘દૂબતે ચાંદ કા મંઝર’, ‘વિસાલ’ અને ‘ઈલ્તેફાત’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ૬ પુસ્તકો સંપાદિત કર્યાં હતાં. તેમણે મોહંમદ અલી જિન્નાહ અને ડૉ. અલ્લામા ઈકબાલના જીવન પર અનુક્રમે ‘વો રેહબર હમારા, વો કાઈદ હમારા’ અને ‘બયાદ-એ-શાઈર-એ-મશરીક’ નામનાં મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં હતાં. ૩ જુલાઈ ૨૦૨૦ના રોજ લાહોરમાં તેમનું અવસાન થયું હતું.
    આ શાયરના કેટલાક પ્રતિનિધિ શે’રનું હવે રસદર્શન કરીશું:
  • ફૂલ સહરા મેં ખિલા દે કોઈ,
    મૈં અકેલા હૂં સદા દે કોઈ.
    રણમાં કોઈ ફૂલને ખીલવી દો. હું એકલો જ. કોઈ મને બોલાવો.
  • બિછડ ગયા હૈ તો સોચતા હૂં,
    વો મુઝ સે કિસ વાસ્તે મિલા થા.
    હવે એ જ્યારે મારાથી છુટ્ટો પડી ગયો છે ત્યારે વિચારું છું કે એ (માણસ) મને શા માટે મળ્યો હતો? (તેનો કોઈ ફોડ તો પાડો.)
  • જિસ સે તૂટે મેરા પિંદારે-વફા,
    મુઝ કો ઐસી ભી સઝા દે કોઈ.
    વફાદારીના મારા અભિમાનથી હું કંટાળી ગયો છું. હું આ અભિમાનથી છૂટું એવી કોઈ મને સજા આપે તો કેવું સારું!
  • જો મેરે પાસ હૈ, દૂર ભી હૈ,
    કિસ તરહ ઉસ કો ભુલા દે કોઇ
    તે મારી પાસે (સાથે) છે અને દૂર પણ છે. આ સંજોગોમાં કોઇ એને કેવી રીતે ભૂલી શકે?
  • ‘નાસિર’ થા મૈં બેકરાર મિસાલે-મૌઝે-સબા,
    વો બેખબર થા બડા મુતમઇન કરાર મેં ગુમ.
    ‘નાસિર’! પૂર્વી રવાના તરંગની માફક હું બેકરાર હતો જ્યારે એ તેનાથી અજાણ હતા. એટલે ઘણા સંતોષ સાથે ચેનમાં મશગૂલ હતા!
  • તુમ ક્યા જાનો સાઝે-નફસ પર
    બજતે હૈ કયા કયા નગ્મે,
    તુમ કયા જાનો દિલ કી બાતેં,
    દિલ કે ભેદ નિકાલે હૈ.
    વાસનાના વાજિંત્ર પર કેવાં કેવાં ગીત ગવાય છે એની તમને ક્યાંથી ખબર હોય! વળી દિલની વાતો તમને કેવી રીતે સમજાય! દિલના ભેદ નિરાળા હોય છે.
  • તુમ સે કૈસા શિકવા કરના
    શિકવા હૈ અબ લાહાસિલ,
    ખુદ હી સોચો તુમને અબ તક
    કિતને વાદે ટાલે હૈ.
    તમારી સામે વળી ફરિયાદ કેવી! હવે ફરિયાદ કરવી નકામી છે. હવે તમે પોતે જ વિચારી જુઓ કે તમે આજ સુધીમાં કેટલો વખત વચનભંગ કર્યો છે!!
  • યદી હૈ મેરા મુકદ્દર
    ખિઝાં કી ઝદ મેં રહું,
    જો હમસફર થા મેરા,
    હો ગયા બહાર મેં ગુમ
    મારું ભાગ્ય જ એવું છે કે હું (હંમેશાં) પાનખરના વશમાં રહું. જે મારા સાથીદારો હતા તે તો વસંતમા જ ક્યાંક ગુમ થઇ
    ગયા.
  • જો આજ મુઝ સે ખફા હૈ ‘નાસિર’,
    કભી વહી મુઝ કો પૂજતા થા.
    અરે ભાઇ ‘નાસિર’! આજે જે મારાથી નારાજ છે તેઓ કયારેક મારી પૂજા કરતા હતા.
  • તગટયુરાત ઝમાને કે દેખિયે ‘નાસિર’
    જો કલ તલક થે હમારે, વો અબ પરાયે હુવે.
    એ ‘નાસિર’! તમે જુઓ તો ખરા! જમાનાએ કેવી કરવટ બદલી છે, પરિવર્તન કર્યું છે! ગઇ કાલ સુધી જે અમારા હતા તે હવે પરાયા થઇ ગયા છે.
  • જુદાઇયાં હૈં બરસ-બરસ કી,
    વિસાલ તો એક લમ્હેં કા થા.
    અલગ-જુદા થવાનું તો કેટલાય વર્ષ સુધી લંબાતું જ જાય છે. જયારે મિલન તો માત્ર એક ક્ષણનું હતું. વિરહ અને મિલન વિશેનો આ શે’ર યાદગાર બની ગયો છે.
  • આજ અગર અહબાબ હમારે
    હમ કો હી ડસતે હૈં તો કયા,
    યે ઝહરીલે નાગ તો ‘નાસિર’
    હમને ખુદ હી પાલે હૈં
    જો આજે મારા સાથીઓ-દોસ્તો મને જ ડંખ મારે છે તો શું થઇ ગયું? ‘નાસિર’, આ ઝેરીલા સાપ તો મેં પોતે જ પાળ્યા છે, ઉછેર્યા છે.
  • ઇન્હીં દુઆઓં મેં ગુજરી હૈ. જાગતી રાતે,
    વો માહતાબ-સા ચેહરા ન હો ગુબાર મેં ગુલ.
    મારી ઉજાગરાની રાત્રિઓ તો એ જ દુઆઓ (પ્રાર્થનાઓ) કરવામાં પસાર થઇ ગઇ કે એ ચાંદ જેવું મુખડું (ક્યાંક) ધૂળ ભેગું ન થઇ જાય.
  • કોઇ સન્નાટા સા સન્નાટા હૈ,
    કાશ! તુફાન ઉઠા દે કોઇ.
    આ તે કોઇ (મૂંઝવી નાખનારો) સુનકારવાળો સુનકાર છે. આ સ્થિતિમાં કોઇ તોફાન જગાવી દે તો સારું!
    લેખના અંતમાં, તેમના કેટલાક શે’ર આસ્વાદીએ.
  • એક બેવફા સે અહદે-વફા કર કે
    આયે હૈ,
    અબ આ કે સોચેતે હૈ યે કયા કર કે
    આયે હૈ,
    ‘નાસિર’ જો દિલ મેં થા વો ઝબાં પર ન આ સકા,
    ઉસ સે ભી ઝિકરે-અબ-ઓ હવા કર કે આયે હૈ.
  • વો એક શખસ કી જિસ કો શિકાયતેં થી બહુત,
    વહી અઝીઝ ઉસી સે મોહબ્બતેં થી બહુત
    વો જબ મિલા તો દિલોં મેં કોઇ તલબ હી ન થી,
    બિછડ ગયા તો હમારી જરૂરતેં થી બહુત.
    હર એક મોડ પે હમ તૂટતે બિખરતે રહે,
    હમારી રૂહ મે પિન્હા કયામતેં થી બહુત
    હમારે બાદ હુવા ઉસ ગલી મેં સન્નાટા,
    હમારે દમ સે હી ‘નાસિર’ શિકાયતેં થી બહુત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button