સ્પોર્ટસ

બાંગ્લાદેશ હજી 132 રનથી પાછળ, પાકિસ્તાન ટેસ્ટ જીતી શકે

રાવલપિંડી: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટના ભોગે 316 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 132 રનથી આગળ હોવાથી અને હજી બે દિવસ બાકી હોવાથી આ મૅચ જીતી શકે એમ છે.

પાકિસ્તાને પ્રથમ દાવ 448/6ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. મોહમ્મદ રિઝવાનના એમાં અણનમ 171 રન અને સાઉદ શકીલના 141 રન હતા. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 240 રનની ભાગીદારી થઈ હતી.
બાંગ્લાદેશે બીજા દાવમાં લડત આપીને પાંચ વિકેટે 316 રન બનાવ્યા એમાં એકેય બૅટરની સેન્ચુરી સામેલ નહોતી, પરંતુ ચાર બૅટરની હાફ સેન્ચુરીનો એમાં સમાવેશ હતો.

ઓપનર શદમાન ઇસ્લામ (93) સાત રન માટે બીજી ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. મોમિનુલ હકે 50 રનનું, મુશફીકુર રહીમે પંચાવનનું અને વિકેટકીપર લિટન દાસનું અણનમ બાવન રનનું યોગદાન હતું.
પાકિસ્તાનના મુખ્ય બોલર શાહિન શાહ આફ્રિદીને એકેય વિકેટ નહોતી મળી, જ્યારે નસીમ શાહે એક તથા ખુર્રમ શાહઝાદે બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ મોહમ્મદ અલી તથા સઇમ અયુબને મળી હતી.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો