અમદાવાદમાં સતત બીજા દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા
અમદાવાદઃ શહેરમા સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. શહેરના સોલા, એસજી હાઈવે, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. ગઈકાલે બપોરે પણ શહેરમાં વરસાદ વરસ્યો હતો,
પશ્ચિમ અમદાવાદમાં વરસાદ:
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે, ગઈકાલે બપોરે પણ શહેરમાં સારો વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડવાની શરૂઆત થઈ છે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડીયાથી અમદાવાદ શહેરમાં વરસાદ હાથતાળી આપી રહ્યો હતો, તેની વચ્ચે વરસાદ થતા શહેરીજનોમાં પણ ખુશી છવાઈ છે.
હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમા વરસાદની આગાહી કરી છે, ગઈકાલ સાંજથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અચાનક વરસાદે હાથતાળી આપતા લોકો ચિંતામાં મૂકયા હતા. પરંતું વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યમાં હાળવો વરસાદ પડવાની અગાહી છે. તેમજ 24મીથી 27મી ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે.