સ્પોર્ટસ

શું વાત છે, આવતા મહિને રમાનારી ટેસ્ટમાં રખાશે રેસ્ટ-ડે!

દુબઈ: વર્ષોથી ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડેની પ્રથા બંધ છે, પરંતુ આવતા મહિને શ્રીલંકાના ગૉલ શહેરમાં ન્યૂ ઝીલેન્ડ સામે રમાનારી શ્રીલંકાની એક ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડે રાખવામાં આવશે.
તમને વાંચીને જરૂર નવાઈ લાગી હશે. જોકે આ હકીકત છે.

જોકે અહીં હેડ ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીએ નિયમમાં કોઈ ફેરફાર નથી કર્યો. એ તો શ્રીલંકામાં પ્રમુખપદ થવાની છે એ કારણસર માત્ર એક ટેસ્ટમાં ખેલાડીઓ માટે વિશ્રામનો દિવસ રાખવામાં આવશે.

આ ટેસ્ટ 18મી સપ્ટેમ્બરે શરૂ થશે અને ત્રણ દિવસ બાદ 21મી સપ્ટેમ્બરનો દિવસ રેસ્ટ-ડે તરીકે મનાવાશે. એ વખતે દાયકાઓ પહેલાંની રેસ્ટ-ડેની પ્રથા બધાને યાદ આવી જશે. 21મીના રેસ્ટ-ડે બાદ બાકીના બે દિવસની રમત રમાશે.
ઉલ્લેખનીય છે કે 23 વર્ષ પહેલાં (2001માં) કોલંબોમાં શ્રીલંકા-ઝિમ્બાબ્વે વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી એમાં પણ રેસ્ટ-ડે હતો. વિશ્રામનો એ દિવસ પોયા ડે (ફુલ મૂન)ને કારણે હતો. 2008માં બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ રેસ્ટ-ડે સહિત કુલ છ દિવસની હતી.

રેસ્ટ-ડેની પ્રથા વીસમી સદી સુધી મર્યાદિત હતી. ઘણી મૅચો છ દિવસની હતી, કારણકે ત્યારે સામાન્ય રીતે રવિવારે રેસ્ટ-ડે રખાતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button