મનોરંજન

હનીમૂન પર પતિ Zahir Iqbal સાથે આ શું કર્યું Sonakshi Sinhaએ?

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલમાં પતિ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)સાથે ત્રીજું હનિમીન એન્જોય કરી રહી છે. જોકે, વેકેશન મોડમાં પણ સોશિયલ મીડિયા પર સોનાક્ષી ખૂબ જ એક્ટિવ છે. સોનાક્ષી વેકેશનના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સોનાક્ષીએ કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સોનાક્ષીએ-

સોનાક્ષી સિન્હાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે જેને જોઈને ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું છે. શેર કરવામાં આવેલા ફોટોમાં સોનાક્ષી પતિ ઝહિર સાથે રોમેન્ટિક થઈ રહી છે અને તેને કિસ કરતી જોવા મળી રહી છે. જોકે, દુલ્હેરાજા પણ પત્ની પર પ્રેમ વરસાવવામાં પાછળ પડવા માંગતા હોય એમ નથી લાગતા. ઝહિરે સોનાક્ષીને ખોળામાં બેસાડી છે. ટૂંકમાં સેનાક્ષીએ શેર કરેલાં ફોટોમાં કપલ એકબીજાના પ્રેમમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે.

સોનાક્ષીએ આ ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે ઘર ત્યાં જ હોય છે જ્યાં તમારું દિલ હોય છે. પછી એ દુનિયામાં ક્યાંય પણ હોય. મારું દિલ મારું ઘર સાથે છે. ફેન્સ પણ બંનેના આ ફોટો જોઈને એકદમ ખુશ થઈ ગયા છે. લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી અને ઝહિલ હાલમાં ન્યૂ યોર્કમાં વેકેશન મનાવી રહ્યા છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

આ કારણે ઘર વેચી રહી છે સોનાક્ષી, કારણ આવ્યું સામે….

હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે સોનાક્ષી અને ઝહિરે જે ઘરમાં લગ્ન કર્યા હતા એ ઘર સોનાક્ષી વેચવા જઈ રહી છે. સોનાક્ષીના આ પગલાંએ સૌને ચોંકાવી દીધા હતા, પરંતુ હવે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સોનાક્ષી આ ઘર ઝહિરને કારણે જ વેચી રહી છે.

અહં.. તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે સોનાક્ષીના સાસરિયાવાળા લોકો બિલ્ડર લાઈનમાં છે. સોનાક્ષીએ મોટું ઘર ખરીદ્યું છે અને એ જ કારણે તેણે જૂહુ ખાતેનું આ ઘર વેચવા કાઢ્યું છે.

જે બિલ્ડિંગમાં સોનાક્ષી એ ઘર ખરીદ્યું છે એ બિલ્ડિંગ જાહિરજ ડેવલપ કરી રહ્યો છે. આ ઘરની કિંમત 25 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર સોનાક્ષીના ઘરનો વીડિયો શેર કર્યો ત્યારે જ જાણવા મળ્યું હતું કે સોનાક્ષી પોતાનું આ ઘર વેચવા જઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button