દરરોજ 1600 કિલોમીટરની મુસાફરી કરીને ઓફિસ જશે આ Boss, પગારનો આંકડો સાંભળીને…
દરરોજ લાખો-કરોડો લોકો નોકરી-ધંધા માટે કલાકોની, સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આ પ્રવાસ માટે લોકો બસ, ટેક્સી, ટ્રેન, મેટ્રો જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનની મદદ લે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા કર્મચારી કે બોસ વિશે સાંભળ્યું છે કે જે દરરોજ પોતાના ઓફિસ જવા માટે 200-500 નહીં પણ પૂરા 1600 કિલોમીટરનો પ્રવાસ ખેડી રહ્યો છે કે ખેડવાનો છે, અને એ પણ કોર્પોરેટ પ્લેનથી? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
જી હા, આ હકીકત છે. આ બોસ છે બ્રાયન નિકોલ (Brian Niccol)… બ્રાયન નિકોલએ સ્ટાર બક્સના નવા સીઈઓ છે અને નવમી સ્પ્ટેમ્બરના આ નવી જવાબદારીનો પદભાર સ્વીકારવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે બ્રાયન નિકોલ કેલિફોર્નિયામાં રહે છે અને વોશિંગ્ટનના સીએટલ શહેરમાં આવેલા સ્ટારબક્સના હેડ ક્વાર્ટર્સ ખાતે તેઓ જશે.
બ્રાયનના ઘરથી તેમના ઓફિસ વચ્ચેનું અંતર 1600 કિલોમીટરનું છે અને તેઓ ઓફિસ જવા માટે તેઓ કોર્પોરેટ જેટનો ઉપયોગ કરશે. બ્રાયન સીએટલ ઓફિશથી અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરશે જે કંપનીની 2023થી ચાલી રહી છે હાઈબ્રિડ વર્ક પોલિસીનો હિસ્સો છે. 50 વર્ષીય બ્રાયનને વર્ષે 1.6 મિલિયન ડોલર એટલે કે (13.5 કરોડ રૂપિયા)નો પગાર ચૂકવવામાં આવશે.
પગાર સિવાય બ્રાયનને તેમના પર્ફોર્મન્સને આધારે 3.6 મિલિયન ડોલરથી લઈને 7.2 મિલિયન ડોલર એટલે કે આશરે 30 કરોડથી 60 કરોડ રૂપિયા સુધીનો કેશ બોનસ પણ આપવામાં આવશે. નિકોલને વર્ષે ઈક્વિટી રિવોર્ડમાં 23 મિલીયન ડોલર (193 કરોડ રૂપિયા) સુધીની કમાણી કરવાની તક પણ મળશે.
આ પણ વાંચો : Mukesh Ambaniને છોડી આ કોની સાથે ડેટ પર જવા માંગે છે Nita Ambaniએ? મુકેશ અંબાણીએ કહ્યું…
અહીંયા તમારી જાણ માટે કે સ્ટાબક્સના સીઈઓ બનવા પહેલાં બ્રાયન 2018માં કોલોરાડો હેડક્વાર્ટરવાળી ચિપોટલના સીઈઓ રહી ચૂક્યા છે અને એ સમયે પણ તેમણે આવવા-જવા માટે આ જ પ્રકારની ડીલ કરી હતી. સાંભળવા ભલે અજીબ લાગે પણ જરા વિચારો કે અઠવાડિયામાં ત્રણ વખત ઓફિસ જવા માટે તમારે પ્લેનથી મુસાફરી કરવી પડે અને એ પણ 1600 કિલોમીટરો પ્રવાસ કરવો પડે, છે ને એકદમ રોમાંચક?