આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે ૧૧૬ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા કરવામાં આવી હતી, ગૃહમાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા શરૂ થતાં જ વિપક્ષી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી પકડવામાં આવેલ ડ્રગ્સના જથ્થા વિશે હર્ષ સંઘવીએ ગૃહમાં માહિતી આપી હતી.

ગુજરાત પોલીસ દ્રારા રાજ્યના કચ્છ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓના દરિયા કિનારેથી છેલ્લા 15 દિવસમાં અંદાજિત રૂ.850 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેના માટે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ અભિનંદનને પાત્ર છે. છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ 317 ગુના દાખલ કરી કુલ 431 આરોપીઓને પકડી અંદાજે રૂ.5640 કરોડનો મુદ્દામાલ પકડ્યો છે.

આ પણ વાંચો : કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ

વર્ષ-2024માં ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 427 કરોડનું આશરે 61 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. દરિયાઈ વિસ્તારમાં આવેલા નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પણ ગુજરાત પોલીસે પકડયું છે.

તાજેતરમાં ડ્રગ્સના આરોપીની ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથેની તસવીરો વાયરલ થઈ હતી જેને લઈને ગૃહમાં નિવેદન આપતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે “ડ્રગ્સના આરોપીના મારી સાથે ઉભા હોય એવા ફોટો વાયરલ થયા હતા. મારી સાથે ફોટો હોય તો પણ એવા વ્યક્તિને પોલીસ છોડશે નહીં. રાજ્યના લોકો સમજી લે કે ડ્રગ્સ સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિને પોલીસ છોડશે નહીં. મારી સાથે ફોટા હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રગ્સ અંગેની જે પણ ચર્ચા આજે ગૃહમાં હતી તેમાં મેં ચર્ચાનું LIVE પ્રસારણ કરવા અધ્યક્ષને વિનંતી કરી હતી.”

સરકારે ગુજરાતના દરિયાકિનારેથી મળી આવતા ડ્રગ્સનું કારણ જણાવતા કહ્યું હતું કે ગુજરાત પોલીસથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ થથરે છે એટલે જ ગુજરાત પોલીસની બોટ દેખાતા જ ડ્રગ દરિયામાં નાખી દેવામાં આવ્યા આ પેકેટો દરિયા કિનારેથી બિનવારસી મળી આવે છે. ડ્રગ્સ પકડવાની કામગીરીમાં રોકાયેલી અલગ-અલગ એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી સમગ્ર રાજ્યમાં એક ટીમ તરીકે કામ કરી શકે તે માટે ગૃહ મંત્રાલયની અધ્યક્ષતા રાજ્ય કક્ષાએ સમયાંતરે NCORDની બેઠકનું આયોજન કરવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો