Badlapur Horror: આવતીકાલના મહારાષ્ટ્ર બંધ અંગે હાઈ કોર્ટની ચેતવણી જાણી લો
મુંબઈઃ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના કિસ્સામાં ડોક્ટર સંગઠન દ્વારા હડતાળ વચ્ચે બદલાપુરમાં મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. બે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહાવિકાસ આઘાડીએ આવતીકાલે બંધ બોલાવ્યું છે, પરંતુ આ મુદ્દે હાઈ કોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે બંધની પરવાનગી આપી નથી.
બદલાપુરમાં બે સગીર બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં મહા વિકાસ અઘાડી (એમવીએ)એ શનિવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી. બંધના વિરોધમાં બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે જો કોઈ પણ રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી આપી નથી. જો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના બંધ વિરુદ્ધની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીએ બંધ બોલાવ્યું છે. બંધથી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ સહિત આમ જનતાને પરેશાની ભોગવવી પડી શકે છે.
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ અમિત બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે આવા રાજકીય હેતુ પ્રેરિત કેસમાં અદાલતને ઢસડી ન જવી જોઈએ. આ સાથે અદાલતે અરજદારોને દલીલો દરમિયાન કોઇ રાજકીય આક્ષેપો ન કરવા પણ જણાવ્યું હતું.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકારે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંધનું એલાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર નાખીએ તો આ પ્રકારના અને ખાસ કરીને મરાઠા અનામતના સમર્થનમાં ઘોષિત કરવામાં આવેલા બંધ હિંસક બન્યા છે જેને પગલે જાહેર સંપત્તિને નુકસાન થયું છે અને સામાન્ય માણસને અગવડ પડી છે. આ કારણોસર અરજદારોએ અદાલતને આ મામલે હસ્તક્ષેપ કરી બંધને ગેરકાયદે જાહેર કરવાની ભલામણ કરી હતી.
જોકે, અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને અરજદારોએ અદાલતને વિનંતી કરી હતી કે સામાન્ય માણસ માટેની અરજીની સુનાવણી કરવામાં આવે અને દલીલો સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવે. ત્યાર બાદ અદાલતે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી અને સરકારને આવતીકાલના બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેણે કેવી તૈયારી કરી છે એ વિશે ખુલાસો કરવા નિર્દેશ આપ્યો હતો.
Also Read –