સુંદર દેખાવા માટે 29 સર્જરી કરાવનારી આ ફિમેલ સુપર સ્ટારને ઓળખો છો
સુંદર દેખાવું કોને ના ગમે! એમાં પણ જો તમે બોલિવૂડ જેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો તો ખુબસૂરતી તમારી માટે એક પ્લસ પોઇન્ટ બની જાય છે. દરેક જણ નેચરલી ખુબસૂરત તો હોય જ છે, પણ ફિલ્મો માટે વધારે સુંદર દેખાવું જરૂરી હોય છે, જેને માટે અભિનેત્રીઓ સર્જરીનો પણ આશરો લેતી હોય છે.
આજે આપણે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરીશું, જેણે પોતાના અભિનય અને સુંદરતાથી બોલિવૂડની ફિમેલ સુપરસ્ટારનું બિરૂદ મેળવ્યું હતું. તમે એને ઓળખ્યા?
હાલમાં જ અભિનેતા હર્ષ છાયાએ જણાવ્યું હતું કે ફિલ્મોમાં યંગ દેખાવા માટે તેમણે બૉટોક્સ ઇંજેક્શન લીધા છે. જોકે, આજે આપણે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તેણે વર્ષો પહેલા ખૂબસુરત દેખાવા માટે એકાદ-બે નહીં, પણ 29 સર્જરી કરાવી હતી.
તાજેતરમાં જ અભિનેત્રી ખુશી કપૂરે લીપ્સ ફિલર અને નોઝ સર્જરીની વાત કબુલી હતી. જોકે, તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે ઘણા વર્ષો પહેલા ખુશી કપૂરની માતા અને બોલિવૂડની ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીએ પણ સુંદર દેખાવા માટે ઘણી સર્જરી કરાવી હતી.
શ્રીદેવી તેના લુક્સ માટે ઘણી જ ચોક્કસ હતી. તેણે સુંદર દેખાવા માટે થઇને એકાદ-બે નહીં, પણ 29 સર્જરી કરાવી હતી. ઇન્ટરનેટ પર પણ અભિનેત્રીના સર્જરી પહેલાના અને સર્જરી પછીના ઘણા ફોટા જોવા મળે છે, જેમાં સર્જરી પહેલાના લુકમાં પણ તે ઘણી જ સુંદર દેખાય છે. એવી પણ માહિતી મળી છે કે તેના મૃત્યુ પહેલા એટલે કે 54 વર્ષની ઉંમરમાં પણ શ્રીદેવીએ એક સર્જરી કરાવી હતી, જે બરાબર નહોતી થઇ, પણ તે તેને ઠીક કરાવે એ પહેલા જ દુનિયાને અલવિદા કહીને નીકળી ગઇ.
અહેવાલો મુજબ શ્રીદેવીએ લેઝર સ્કિન સર્જરી, સિલિકોન બ્રેસ્ટ કરેક્શન, બૉડી ટકિંગ, ફેસ લિફ્ટ અપ, બોટોક્સ જેવી સર્જરી કરાવી હતી. જોકે, શ્રીદેવી ઉપરાંત બીજી ઘણી અભિનેત્રીઓએ સર્જરી કરાવી છે. ઐશ્વર્યા રાય, વાણી કપૂર, મોની રૉય, જ્હાનવી કપૂર, પ્રિતી ઝિન્ટા જેવી અભિનેત્રીઓ પણ સુંદરતા માટે સર્જરી કરાવી ચૂકી છે.
નોંધનીય છે કે શ્રીદેવી તેના પતિ સાથે એક ફંક્શનમાં ભાગ લેવા દુબઇ ગઇ હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.