બદલાપુરમાં વિરોધ પ્રદર્શન કરનારા સામેના કેસ પાછા ખેંચો નહીં તો રસ્તા પર ઉતરીશું: ઉદ્ધવ ઠાકરે
![Withdraw cases against Badlapur protestors or we will hit the streets: Uddhav Thackeray](/wp-content/uploads/2024/08/Uddhav-thackeray-1.webp)
મુંબઈ: Shiv Sena UBTના વડા Uddhav Thackerayએ શુક્રવારે એવી માગણી કરી હતી કે Badlapurમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે નોંધવામાં આવેલા ગુના પાછા ખેંચી લેવામાં આવે અન્યથા વિપક્ષ રસ્તા પર ઉતરશે.
શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 24 ઑગસ્ટનો વિપક્ષ દ્વારા બોલાવવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ રાજકીય નથી, આ બંધ ‘વિકૃતિ’ના વિરોધમાં છે અને તેમણે રાજ્યના બધા જ જાતી-ધર્મના લોકોને બંધમાં સહભાગી થાવાની અપીલ કરી હતી.
તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યના લોકો વતી બંધ પાળવામાં આવશે.
બદલાપુરમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાબતે રાજ્યની એકનાથ શિંદે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે હજી બદલાપુરમાં ધરપકડો કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામેના કેસો પાછા ખેંચી લેવા જોઈએ અન્યથા અમારે રસ્તા પર ઉતરવું પડશે.
પોલીસે બદલાપુરમાં હિંસક વિરોધ પ્રદર્શન બદલ 72 લોકોની ધરપકડ કરી છે.
બાળકીઓ સાથે અત્યાચારના આરોપીની ધરપકડ કરીને તેને 17 ઑગસ્ટે જ પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો અને તેની કસ્ટડી 26 ઑગસ્ટ સુધી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બપોરે બે વાગ્યા સુધી બંધને અત્યંત કડકાઈથી પાળવાનો રહેશે. જોકે, ઈમરજન્સી સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે લોકો તેમનો રોષ ફક્ત ચૂંટણીના દિવસે જ દેખાડે તે આવશ્યક નથી.
જ્યારે રસ્તાઓ બંધ થશે ત્યારે જનતાની અદાલતમાં ન્યાય માગવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આ બંધ સરકારને એ વાતનું ભાન કરાવવા માટે છે કે તંત્રએ પોતાની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે બદલાપુરમાં બાળકીઓના કથિત જાતીય શોષણની મુંબઈ હાઈ કોર્ટે પણ સુઓ મોટો દખલ લીધી છે અને સરકારની ઝાટકણી કાઢી છે.
Also Read –