નેશનલ

કોલકાતા રેપ મર્ડર કેસના આરોપીને ફટકારી 14 દિવસની કસ્ટડી…

કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં તેને પોલિગ્રાફિક ટેસ્ટ માટે સંમતિ આપવા માટે સિયાલદહ કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે. સંજય રોયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને તેને કોઈ પછતાવો નથી. સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે સંજયની આદતો પ્રાણીઓ જેવી છે અને તેને અશ્લીલ ફિલ્મો જોવાનું અને દારૂનું વ્યસન છે.

સામાન્ય રીતે કોર્ટમાં આરોપી જામીન માટે અથવા તો ધરપકડથી બચવા માટે અરજીઓ કરતાં હોય છે. આ માટે વકીલની મદદ લઈને લાંબી બહેસ પણ કરતાં હોય છે, જો કે આ કેસમાં આરોપીએ પોતે જ અપરાધ સ્વીકારી ચૂક્યો છે આથી આવી કોઇ ચીજોની જરૂર રહેતી નથી.

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં મહિલાને પશુની જેમ માર મારવામાં આવી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ, મોં અને આંખોમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. તેની કમર અને ગરદનનું હાડકું પણ તૂટી ગયું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા સંજય રોયે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો. ગુનો આચરતા પહેલા આરોપીએ બે રેડ લાઈટ એરિયામાં જઈને દારૂ પણ પીધો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું.

સંજય પોલીસનો સાથીદાર હતો અને આથી જ તેને હોસ્પિટલમાં આવવા જવાની છૂટ હતી. તે હોસ્પિટલના બધા જ વિભાગોમાં કોઈપણ રોકટોક વિના આવી જઈ શકતો હતો. દુષ્કર્મ થયાની રાતે તે દારૂ પીને નશાની હાલતમાં હોવા છતાં સરળતાથી હોસ્પિટલમાં પહોંચી જતો હતો અને સેમિનાર હૉલમાં પણ પહોંચી ગયો હતો એન ત્યાં જ આ કાંડને અંજામ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button