રિઝવાને સેન્ચુરી બાદ ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા
રાવલપિંડી: અહીં ગુરુવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની મૅરેથોન ઇનિંગ્સમાં 239 બૉલમાં અણનમ 171 રન ફટકારીને પાકિસ્તાનને 448/6 ડિક્લેર્ડનો સંગીન સ્કોર અપાવ્યા બાદ વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને શુક્રવારના ત્રીજા દિવસે એક ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
રિઝવાન ગુરુવારની લાંબી ઇનિંગ્સ દરમ્યાન સ્નાયુઓ ખેંચાઈ જવાની તકલીફથી થોડો પરેશાન હતો. જોકે તેણે પાકિસ્તાનને સાડાચારસોના સ્કોરની આસપાસ પહોંચાડી જ દીધું હતું. ત્રીજા દિવસે બાંગ્લાદેશે 60 ઓવરમાં 180-પ્લસ રન બનાવ્યા હતા, પરંતુ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
પહેલી વિકેટ ખૂબ નાટ્યાત્મક રીતે પડી હતી. ઝાકિર હસનને નસીમ શાહે રિઝવાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ખરું કહીએ તો રિઝવાને નસીમને આ વિકેટ અપાવી હતી. નસીમના બૅક ઑફ ધ લેન્ગ્થ બૉલમાં ઝાકિરના બૅટની કટ લાગી જતાં બૉલ વિકેટકીપર રિઝવાન અને ફર્સ્ટ સ્લિપના ફીલ્ડરની વચ્ચેના ગૅપ તરફ ગયો હતો. રિઝવાને ડાબી તરફ ડાઇવ મારીને ફર્સ્ટ સ્લિપના ફીલ્ડરની સામે કૅચ પકડી લીધો હતો.
બાંગ્લાદેશે તો પહેલી વિકેટ ગુમાવી જ હતી, નસીમ શાહને એક વર્ષ સુધી ઈજાને કારણે ન રમી શક્યા બાદ પ્રથમ વિકેટ મેળવી હતી.
Also Read –