અંડરટ્રાયલ કેદીઓ માટે SCનો મહત્વનો ચુકાદો, હવે જામીન મળવા થશે સરળ….
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે પહેલીવાર જેલમાં ગયેલા કેદીઓ માટે મહત્વનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે જેમણે તેમની મહત્તમ સજાનો અડધો અથવા એક તૃતીયાંશ ભાગ પૂરો કર્યો હોય તેવા અંડરટ્રાયલ અને પ્રથમ વખતના ગુનેગારોનની અરજીઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ પ્રોસેસ કરવામાં આવે. કોર્ટે દેશભરના જેલ અધિક્ષકોને નવા કાયદા હેઠળના તમામ લાયક કેદીઓની અરજીઓ પર બે મહિનામાં પ્રક્રિયા કરવા નિર્દેશ આપ્યો છે.
નવા ફોજદારી કાયદા પ્રથમ વખતના અપરાધીઓને તેમના ગુના માટે મહત્તમ સજામાંથી એક તૃતીયાંશ સજા ભોગવી ચૂક્યા છે તેમને મુક્ત કરવા માટે લાભદાયી થશે. આ કાયદો 1 જુલાઈ, 2024 ના રોજ કાયદાના અમલીકરણ પહેલા નોંધાયેલા કેસોને પણ લાગુ થશે.
ન્યાયાધીશ હિમા કોહલીની આગેવાની હેઠળની બેન્ચે દેશભરની જેલોના અધિક્ષકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બે મહિનાની અંદર BNSS ની કલમ 479 હેઠળ લાયક પ્રથમ વખતના આવા તમામ અપરાધીઓની અરજીઓ પર પ્રક્રિયા કરે.
અદાલતે ચુકાદો આપ્યો હતો કે CrPCનું સ્થાન લેનાર BNSS ની કલમ 479 હવે તમામ અન્ડરટ્રાયલ પર લાગુ થશે.
BNSS ની કલમ 479 મુજબ, અન્ડરટ્રાયલ કેદી જો તેઓ અટકાયતનો સમયગાળો ભોગવી ચુક્યા હોય તો તે જામીન માટે પાત્ર છે. જો કે, આ જોગવાઈ આજીવન કેદ અથવા મૃત્યુની સજા ભોગવતા કેદીઓ પર લાગુ થશે નહીં.