આપણું ગુજરાતમધ્ય ગુજરાતસૌરાષ્ટ્ર

Sudarshan Setu પર રીલ બનાવી ભારે પડી,  બે લોકોની ધરપકડ…

ઓખા : દેવભુમિ દ્વારકાના ઓખા નજીક આવેલા સુદર્શન સેતુ(Sudarshan Setu)પર એક શખ્સ દ્વારા કારની છત પર બેસીને રીલ બનાવી તેને ભારે પડી છે. આ ઘટનામાં જીવ જોખમમાં મુકતા ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે રીલના આધારે  કારચાલક સહિત બે શખ્સો સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે.

બનાવના દોઢ મહિના બાદ અટકાયત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના વેલપુરા ખાતે રહેતા મયુરસિંહ ચાવડા નામના યુવાન દ્વારા પોતાના શોખ ખાતર રીલ  બનાવવા માટે સુદર્શન બ્રિજ ઉપરના રોડ કારની છત ઉપર બેસીને માનવ જિંદગી જોખમાય રીતે રેકોર્ડિંગ કર્યું હતું.

ગુનો નોંધી બંનેની અટકાયત કરી

આ પ્રકરણમાં અન્ય એક આરોપી દહેગામ તાલુકાના વેલપુરાના રહીશ યુવરાજસિંહ ઝાલા એ બીજાનો જીવ જોખમમાં મુકાઈ જાય તે રીતે બેદરકારી અને ગફલતભરી રીતે કારની છત ઉપર આરોપી મયુરસિંહ ચાવડાને ઉભો રાખી, અને કાર રોડ ઉપર ચલાવીને બેજવાબદારીભર્યું કૃત્ય કર્યું હતું. આશરે દોઢેક મહિના પૂર્વેના સમગ્ર બનાવ અંગે ઓખા મરીને પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ગઈકાલે બંનેની અટકાયત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button